________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ગુજરાતી ભાષા ગુજરાતી ભાષા વિષે- (ડ. જી. આર. શ્રીઅર્સનના “ હિંદુસ્તાનની ભાષાના સમાલોચન” (Linguistic Survey of India) પરથી– | ગુજરાતી દેશી ભાષા તે ગુજરાતી', અને એ નામ ઉપરથી જ જે પ્રદેશમાં એ ભાષા બોલાય છે તેની મર્યાદાને બરાબર ખ્યાલ આવે છે. એ ગુજરાત પ્રાન્તમાં તેમજ કાઠિયાવાડ દ્વીપકલ્પમાં બોલાય છે; વળી કચ્છની એ દરબારી અને વેપારી ભાષા છે, તેમ જ સિંધમાં પણ થોડાક પ્રદેશ સુધી એ ભાષાનો પ્રવેશ થયો છે. ગુજરાત” શબ્દ “ગુર્જરત્રા” (પ્રા. “ગુજરત્તા ') ઉપરથી આવ્યું છે. એનો અર્થ ગુર્જરે રક્ષણ કરેલો પ્રદેશ થાય છે. મહી નદીના ઉત્તર પ્રદેશનોજ પ્રાચીન ગુજરાતમાં સમાવેશ થતે હતે. અર્થાત, એમાં ખેડા, અમદાવાદ, મહીકાંઠા, પાલણપુર અને કડી પ્રાન્તને સમાવેશ થતો એ દેશનું એ નામ અણહિલવાડમાં ચાવડા લોકોનું રાજ્ય હતું તે સમયમાં, એટલે ઈ. સ. ૭૨૦ થી ૯૫૬ સુધીમાં, પડ્યું. મહીના દક્ષિણ પ્રદેશને સંસ્કૃત લેખકો “લાટદેશ કહેતા. એ
લાટ’ દેશને “ગુજરાત’ નામ મુસલમાન રાજ્યના દમિયાનમાં આપવામાં આવ્યું એમ લાગે છે.*
ગુર્જર કે અન્ય લેકેની પેઠે હિંદુસ્તાનમાં વાયવ્ય કોણ તરફથી આવ્યા અને ધીમે ધીમે ખાનદેશ અને ગુજરાત સુધી ફેલાઈ ગયા ( ઈ. સ. ૪૦૦-૬૦૦ ). પંજાબ અને સંયુક્ત પ્રાન્તના ગૂજર લેકમાં દક્ષિણ અને પૂર્વના ગૃજર લોક કરતાં મૂળ દેશનાં લક્ષણ વિશેષ
* ગુજરાતી શાળાપત્ર-કોબર ૧૯૦૯ અંક-૧૦
* ઇ સ૮૮૮ ના રાષ્ટ્રકૂટ શિલાલેખમાં તાપી નદી પર સુરત પાસેના વરીઆવ ગામ સુધી કોકણ” નામ આપ્યું છે; તેથી મહીની દક્ષિણના “લાટ” દેશને “ગુજરાત ” નામ મુસલમાન રાજ્યમાં લાગુ પાડેલું જણાય છે. એ દક્ષિણ પ્રદેશને “ગુજરાત’ નામ લાગુ પડવું હજી પણ
સંપૂર્ણ છે; કેમકે સુરતના હિંદુ અને મુસલમાન લોકે પાટણ કે અમદાવાદ જાય છે ત્યારે ગુજરાત જઈએ છિયે એમ કહે છે અને વડનગરા નાગર બ્રાહ્મણોમાં જેઓ અમદાવાદી છે તેઓ સુરતી તડને “કુકણુ” કહે છે. “બોમ્બે ગેઝેટીઅર” પૃ૦ ૫ પૃ. ટિ.