________________
ગુજરાતી ભાષા
એક જાતની મારવાડી બેલી બોલાય છે. પશ્ચિમ તરફ કચ્છનું રણ તેની સીમા છે અને દક્ષિણે અરબી સમુદ્ર છે. કરછમાં તે દેશી ભાષા તરીકે વપરાતી નથી, પણ રાજકીય ભાષા તેમજ સાહિત્યની ભાષા તરીકે વપરાય છે. પણ કાઠિયાવાડના દ્વિપકલ્પમાં સર્વત્ર ગુજરાતી ભાષા ચાલે છે. દક્ષિણમાં તે સુરત જિલ્લાની દક્ષિણ હદ સુધી ફેલાયેલી છે; અહિં તેની પાસેની હદમાં દમણની મરાઠી બેલાય છે. એ દક્ષિણ સીમાની બંને બાજુના પ્રદેશમાં બે ભાષા-ગુજરાતી અને મરાઠી-બેલાય છે. બંને પ્રજાએનું (ગુજરાતી અને મરાઠીનું) સંમલન થયું છે અને દરેક પ્રજા પોતાની ભાષા જાળવી રાખે છે. પૂર્વ તરફની સીમા એવી રીતે જાય છે કે તેમાં ધરમપુરના રાજ્યનો સમાવેશ થાય છે અને ત્યાર પછી ગુજરાત પ્રાંતની પૂર્વ સીમા બનાવનારા જે ડુંગરે આવેલા છે તેની તળેટીની હારમાં ઉત્તર તરફ, એટલે છેક પાલણપુરની પૂર્વ સીમાને મળે છે ત્યાં સુધી, ચાલી જાય છે. અહિં એ ડુંગરે આરાવલી પર્વતમાલા તરીકે પ્રસિદ્ધ છે ને તે ઉત્તર તરફ અજમેર સુધી ફેલાયેલા છે ને મારવાડથી મેવાડને જુદો પાડે છે અને તે પ્રદેશોમાં સર્વત્ર ભીલ લોકોની ટોળીઓ વસેલી છે. એ ભીલ લોકો એ ડુંગરની તળેટીના પ્રદેશોમાં પણ વસ્યા છે; અને એ બધા ભીલી બોલી બોલે છે, તેમાં પ્રાતિક ભેદ હોય છે. ભીલ લોકેની વસ્તીની પેલી તરફ પૂર્વમાં પૂર્વ અને દક્ષિણ રજપુતાના આવેલા છે અને ત્યાંની પ્રાતિક બોલીઓ જયપુરી અને માળવી છે. જયપુરી અને માળવી એ બંને ગુજરાતી સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને ભીલ બોલીએને એ બે સાંકળોની વચ્ચેના આંકડા જેવી ગણી શકાય.
ગુજરાતી ભાષા બોલનારની સંખ્યા આ ભાષાસમાલોચન માટેની ગણત્રીથી નીચે પ્રમાણે છે – જિલ્લા, રાજ્ય, કે સંસ્થાનું ગણત્રી કરેલા ગુજરાતી નામ.
બોલનારની સંખ્યા. અમદાવાદ
૮,૪૦,૦૦૦ મહીકાંઠા
૫,૪૧,૫૦૦ પાલણપુર
૬,૦૬,૦૦૦ કચ્છ
૨,૦૫,૫૦૦ કાઠિયાવાડ
૨૫,૭,૦૦૦
૭૩
૧૦