________________
ઉપગ્રંથ
હિંદુ કતાં કાંઈ પહચેલા ન હતા. ભિન્ન શબ્દની સાથે, વિવેકના અને વિદ્યાના ભિન્ન વિચાર તેઓએ ચલાવ્યા હતા, તે ભાષામાં ગુણ કર્યો હોત.
૫) યુરોપના લોક આફ્રિકાને દક્ષિણ છેડે થઈને હિંદુસ્થાનમાં આવવા લાગ્યા, તે દિવસથી બધી દેશી ભાષાઓમાં તેમની કંઈ કંઈ અસર લાગી. ગુજરાતીમાં પોર્તુગીજના કેટલાએક શબદ ચાલે છે;–જેમકે-પાદરી, ગારદી, મેજ, તબેલા, ચાવી, પગાર, પોમ=રોટલી.
વિવિધ પ્રકારના ઈગ્રેજી શબ્દ વપરાય છે; – રાજકારભારના-ગવર્નર, કલેફટર, જજ, પોલીસ, સુપ્રિટેન્ડેન્ટ, ઈત્યાદિ; વિદ્યાખાતાના–બુક, સ્કૂલ, માસ્તર, મનિટર, ફી, બેંચ, કલાસ, ઈત્યાદિ; રેખાતાના–એંજીન, રેલ, કારજ, ટીકેટ, પાસેંજર, સ્લીપર (સલી પાટ), ઈત્યાદિ; પછી, વેપારના પદાર્થના ઘણા શબ્દ. પરદેશમાંથી આવેલા પદાર્થનું તે દેશમાં તેનું જે નામ હય, તેજ ઘણું કરીને બીજા દેશમાં ચાલે છે.
ગુજરાતી પૂરી કે અધુરી, એ વિષે વિવાદ કઈ વેળા સાંભળવામાં આવે છે કે, થથા triા તથા પ્રજ્ઞા. ૨થા મુરતથા રિાણ: એમજ કહેવાય છે કે, યથા માણતા માણા; જે બોલનાર તેવી બેલી. સામળભટાદિક કવિઓ, પિતાના મનના વિવિધ વિચાર બોલતાં, ગુજરાતી અધુરી છે એવું જાણીને અટક્યા એવું જણાતું નથી; પણ નવા જુના શબ્દની ગોઠવણીમાં પોતાનો વિવેક એ પ્રકટાવ્યો કે તેમનું કહેલું ભાષામાં ચાલ્યું.
એક વિષયમાં બધી ભાષા અધુરીઓ છે, માણસની ટુંકી સમજણમાં નહિ આવે એવી વાતે,-એટલે ઈશ્વર વિષે, કે અપારતા વિષે વાત કરિયે, તે બધી ભાષા અધુરીઓ છે. માણસની બુદ્ધિને આશ્રયે ભાષા ચાલે છે, માટે જ્યારે બુદ્ધિ ટુંકી પડે છે, ત્યારે ભાષા અધુરી હોય છે. ભાષાને સાધારણ નિયમ એ છે, કે જેવા વિચાર મનમાં છે, તેવા જીભે જણાવાય. લોકોના મનમાં જેવા વિચાર ભરેલા છે, તેવાજ તેમની ભાષામાં બેલાય છે. જે લોક વિવેકી તે તેમની વાચા વિવેક ભરેલી: જે લેક મૂઢ, તે વાચા તેમના જેવી જ. ઈગ્રેજીમાં કહેવત છે કે, મૂઢ સુથાર વાંસલા વિધણને વાંક કાહાડે, ભાષાને દેશ ઠરાવનાર કોઈ વેળા એવા હોય છે.