________________
ઉપગ્રંથ
સંસ્કૃતિની સહુ દિકરી, કુળવંતી કન્યાની પેઠે, એકેક, પિતાના ઘરની રીતિ પાળતાં, પિતાની માતાનું સ્મરણ કરતી રહીઓ; તેમના બધાના ઘરમાં સંસ્કૃતના અભ્યાસ કરનારને માન મળતું આવ્યું. વળી, સંસ્કૃત, ધનવંતી અને માયાળુ માતાની પેઠે, દિકરીઓમાં જે કંઈ ન્યૂનતા હોય તે પૂરી કરતી આવી છે. માટે એવું બન્યું છે, કે વિકાર પામેલા અપભ્રંશ શબ્દની સાથે, મૂળભાષાના ઘણા શબ્દ વિકાર વિના પહેલાંથી જ ચાલતા આવ્યા છે, એટલું જ નહિ, પણ સંસ્કૃતના અખૂટ ભંડારમાંથી ખપે. પ્રમાણે બીજા ઘણા શબ્દો લેવામાં આવે છે.
ગુજરાતી માં પરભાષાને ભેળ છે. બધી ભાષામાં કંઈ કંઈ તે ભેળ હોય છે, એટલે, એવા શબ્દો, રૂપે, અને રૂઢિઓ, કે જે પરભાષાથી આવેલાં છે. ભેળના કારણે અનેક છે,–ભિન્ન ભિન્ન ભાષાના લોકોને સહવાસ, તેમની વચ્ચે વ્યાપાર,એકના ઉપર બીજાને રાજઅધિકાર એક બીજાની પાસેથી વિદ્યા કળા અને ધર્મને બોધ, એવાં એક કે અનેક કારણથી બધી ભાષામાં કંઈ કંઈને વિકાર થાય છે. એ ભેળ કોઈ વેળા ગુણ, કોઈ વેળા અવગુણ કરે છે. સ્વભાષાના અને પરભાષાના શબ્દોમાં એટલો ફેર હોય છે, કે જે સ્વભાષાના છે તેઓ જથાવાળાના હોય છે; તેમના અર્થને વિવિધ વિસ્તાર, અને તેમનું ખરું ધોરણ, વેહલું અને શેહલું જાણવામાં આવે છે. પણ પરભાષાના શબ્દો, દેશમાં સગા રહિત પરદેશી જેવા, જથા રહિત રહે છે. તેઓ એકલા રહિ પોતાનો અધિકાર ચલાવે છે, અને, ઘણું કરીને, કોઈ કાળ પછી પડી જાય છે. સ્વભાષાના શબ્દ વધારે વાર ટકે છે.
(૧) ધાર્યામાં આવે છે કે આર્યપ્રજા આ દેશમાં આવી તેથી પેહલાં કેઈ અનાર્ય લોકો આવ્યા હતા. દ્રાવિડમાં અનાર્ય ભાષા-કાનડી, તૈલિંગી, તાલ, મલિઆલં, તુલુ અને સીલોનમાં સિંગલી, ચાલે છે. એ વર્ગની ભાષા મૂળદેશી કહેવાય છે. તેની કોઈ ભેળ ઉત્તર હિંદુસ્થાનના પ્રાકૃતમાં હોય એટલું જ નહિ, સંસ્કૃતમાં પણ હોય, એવું કઈ લેક ધારે છે. પણ એને પુરે શોધ અજી થયો નથી. ઈતિહાસ રહિત, અને જુના કોઈ પણ લેખકની કહેલી વાત રહિત, અટકળ ઉપરજ વાત રહે છે. મને તે દ્રાવિડીને કંઈ ભેળ ગુજરાતીમાં નિશ્ચય જણાતું નથી. જે દ્રાવિડી નહતી એવી કોઈ અનાર્ય ભાષા પુરાતનકાળે ભરતખંડમાં ચાલતી કે નહિ, એ કરાવવાને કેઈએ અછ હાથ લીધું નથી.