________________
ઉપગ્રંથ
કોઈ વેળા અધિક કાળમાં, ભાષા વિષે એ ફેર પડે, કે જાણે સમૂળ ભિન્ન ભાષા બોલનારા લોક જેવા તેઓ દેખાય. એકજ જાતના લોક, કોઈ ગ્રામવાસી, કોઈ વનવાસી, કોઈ ખેડુત, કોઈ વેપારી, કઈ પાહડી, કઈ સમુદ્રકાંઠે રેહનારા, કોઈ જુની રીતિ રાખનારા, કોઈ નવી ચાલનું ગ્રહણ કરનારા, એવા થાય; તેઓની બહારની અવસ્થા ઉપરથી, તેમના વિવિધ ઉદ્યોગ ઉપરથી, તેમના ભિન્ન ભિન્ન સ્વભાવ ઉપરથી, ઘણા આશ્ચર્યકારક ફેરફાર કાળાંતરે પડે છે. હવે, જે આ દેશમાં પેઠેલા આર્યલોક, બધાય એક સમયે અને એકજ ટોળીના જેવા થઈને આવ્યા હોય, તે ઉપરના સાધારણ કારણથી, તેઓ હિંદુસ્થાન જેવા વિસ્તારેલા અને પ્રાંત પ્રાંતમાં વિભિન્ન પ્રકૃતિ દેખાડનાર દેશમાં, થેડીજ વાર પછી એક બીજાથી પૃથક પૃથક જેવા સેહેજે બની જાએ. આ એક ઉત્તર
પણ એની સાથે એક બીજું ઉત્તર કઈ મેળવે છે, એટલે કે, આ દેશમાં પેસતાં પહેલાં, ભાષા વિષે કોઈ વિકાર હિંદુઓના પૂર્વજોમાં હશે. તેઓ બધા એકજ સમયે અને એક ટોળીના જેવા થઈને દેશમાં પેઠા નહિ હોય, પણ દેશની બહાર હતા એટલામાં જ તેઓ એક બીજાથી પૃથક પડીને, ભિન્ન ભિન્ન માર્ગે, અને અનેક સમયમાં, અહિં આવી પહચ્યા હશે. હવે, આપણે ઈતિહાસ રહિત છતાં, ખચિત કહી નથી શકતા કે એવું જ બન્યું, પણ જે ભિન્નતા ચાલતી પ્રાકૃતમાં દેખાય છે તે ઉપર વિચાર કરતાં, આ અનુમાન ખરું હોય એવું દેખાય છે. તે પણ, અહિ સંભારવું પડે છે, કે આ દેશમાં પેસતાં પહેલાના વેચાણમાં જે વિકાર થઈ શક્યો, તે પઠા પછીના વેરાણમાં પણ થઈ શકે. ફરી સંભારવું, કે વેદાદિક ગ્રંથ રચનારાએ જે રચ્યું તેજ આપણી પાસે છે; તે કાળની સાધારણ ભાષાના કોઈ શબ્દ કે કઈ રૂ૫ વેદમાં લીધા વિના રહ્યાં હોય તે તેઓ પ્રાકૃતમાં ચાલે ખરાં, પણ તેમનું મૂળ પુરાતન ગ્રંથમાં મળે નહિ.
વેદાદિક ગ્રંથના અર્થના ખુલાસાને અર્થે, અને ભાષાની રક્ષા કરવાને અર્થે, સંસ્કૃત ભાષાનાં વ્યાકરણો લખાયાં એટલું જ નહિ, પણ, બૌદ્ધ ધર્મને ફેલાવ થવા લાગ્યો, ત્યાર પછી, પ્રાકૃત ભાષાનાં પણ વ્યાકરણ થયાં. એમાંનાં કેટલાએકને લખ્યાને આશરે બે હજાર વર્ષ થયાં