________________
ઉપગ્રંથ
નમુને, બળ કરે છે. આ લેખેનાં ભાષાંતરો યુરોપની બધી ભાષાઓમાં થયાં છે; અને તેથી, પ્રભુના આશીર્વાદની સાથે, લોકના વિવેકની શુદ્ધતા, અને જ્ઞાનની ઉત્કૃષ્ટતા, ચાલુ રહીને વધતી જાય છે.
ગ્રીકમાં સભ્યપણાનો સૂર્યોદય થયો, આશરે તેજ વેળાએ, ભરતખંડમાં, વિશેષે કરીને સરસ્વતી નદીને કાંઠે, આવી વસેલા આર્ય લોક રાજ્ય બંધનના સુધારામાં આવવા લાગ્યા. બ્રીપૂ૦ ૧૪૦૦ થી ૧૦૦૦ વર્ષ સુધી વેદનાં સૂકતે રચનારા ઋષિયો પિતાને વિવેક દેખાડવા લાગ્યા. તે વેળા ભરતખંડી કવિયોમાં અક્ષરજ્ઞાન ન હતું એવું ધાર્યામાં આવે છે. સૂકત રચવાની બુદ્ધિની સાથે સ્મરણબળ તેઓમાં બહુ પ્રગટયું. વેદ મોહડે કેહતા, અને તેમના શિષ્યો પાઠે કરતા; માટે વેદ શ્રતિ કહેવાએ છે. આ પુરાતન અભ્યાસની અસર અજી બ્રાહ્મણોમાં દેખાય છે;-પાઠ કરવાની શક્તિ બીજા કેઈ લોકમાં તેમના જેવી નથી. વેદમાં અક્ષરનું, લેખણનું, કે લખવા વાંચવાની કોઈ સામગ્રીનું નામ મળતું નથી; એ ઉપરથી નિશ્ચય થાય છે, કે તેમના રચનારામાં અક્ષરજ્ઞાન ન હતું. પણ એ જ્ઞાન કહિંથી થયું એ પણ જણાતું નથી. પુરાતન અક્ષરોના આકાર ઉપર વિચાર કરીને જોતાં, નિશ્ચય જેવું થાય છે કે આશીયાની પશ્ચિમ બાજૂએ, શેમીય ભાષા બોલનારા લોકમાં જે અક્ષર ચાલતા, અથવા યાવની કે ગ્રીક લોકોમાં જે લખાતા, તે ઉપરથી પુરાતન હિંદુને અક્ષરજ્ઞાન પ્રાપ્ત થયું. જે તેણી ગમથી અક્ષરજ્ઞાન આવ્યું, તે તેની સાથે બીજી કોઈ કળા, કદાચ જ્યોતિષાદિકનું જ્ઞાન, તેજ દિશાથી હિંદુસ્તાનમાં આવ્યું હોય. પણ પુરાતન હિંદુઓએ ઈતિહાસ લખવા ઉપર મન રાખ્યું નહિ દેખાય છે એટલું તે ખરું, કે કોઈ પુરાતન ઈતિહાસનો ગ્રંથ અજી કોઈ ને હાથ આવ્યું નહિ. પણ જે અહિંના આર્થીઓએ ઐતિહાસિકજ્ઞાન ઉપર પિતાને ભાવ દેખાડે નહિ, તો પણ, અક્ષરજ્ઞાન તેમને પ્રાપ્ત થયા પછી, લખવાને અભ્યાસ કરવામાં તેઓએ પોતાની રૂચિ બહુજ દેખાડી. મહાભારત, રામાયણઆદિક મહા મેટા મોટા ગ્રંથો, સ્મૃતિ આદિક નીતિને સંગ્રહ, પુરાણોની અત્યંત કથા, એવાં એવાં ઘણું શમની સાથે સાધેલાં પુસ્તકો તેઓમાં બહુજ પ્રગટ થયાં. શિલ્પ, ધનુર, જ્યોતિષ, વૈઘ, સંગીત, ઇત્યાદિ શાસ્ત્ર તેઓમાં ઘણાં રચાયાં. એવી બધી વાત માં ભરતખંડી આર્યોની બુદ્ધિ ગમે તેવી મોટી હતી તે માનિયે, તો પણ પશ્ચિમ આશિયા અને યુરોપના વિદ્વાનની સાથે તેમને સરખાવાય નહિ. પણ પિતાનું