________________
ઉપગ્રંથ
યુરેપની ભાષાઓ છે. યુરોપના લોક યાફતવંશી છે. ઈરાનમાં જંદ ભાષા બોલનારામાં સાદી કે માદાઈ લોક પણ યાફતવંશી હતા. વળી અટકળથી ધારિયેછિયે, કે ભરતખંડના આર્યો પણ એજ વંશના હશે, માટે એમની ભાષાઓના વર્ગને યાફતી કરીને કહેવાને કોઈ ઈચ્છે છે.
આર્યપ્રજા મૂળ સ્વસ્થાનથી બહુ છેટે અને બહુ વેરાતા દેશમાં જઈ વસી. જાણે કે આ લોકે આખી પૃથ્વીને વસાવવાનું કામ પિતાને માથે રાખ્યાની પેઠે કરાયું; વળી બધી પૃથ્વીમાં જે સહુથી સારા દેશો છે, તેઓ પણ એમના ભાગમાં આવ્યા. જન્મસ્થળ મૂક્યા પછી એક હજાર વર્ષની માહ તેમના પગ યુરોપમાં ઠેર ઠેર, અને આશીયામાં ક્રાત તીગ્રીસના દુઆબથી, તે સિંધુ નદમાં મળનાર પંચનદના કાંઠે સુધી (કદાચ યમુના ગંગાતટ સુધી પણ) સ્થિર જેવા થયેલા દેખાય છે. પણ આવા વિસ્તારેલા વતનમાં જઈ વસવાનું વસમું કામ પાર પાડતાં, તેમને, પહેલાં, મેટાં ભયંકર વનમાં પેસવું પડયું. વનપશુને મારી અને વનસ્પતિને કહાડી, પોતાને કાજે વસ્તીનું સ્થળ અને ખેતરની ભૂમિ સિદ્ધ કરવાનું કામ પાર પાડતાં, તેઓએ એવી આગ્રહતા દેખાડી, કે જાણે આ લોક, આગળ જતાં સાક્ષાત વિવિધ જસ મેળવનારા થશે એવા દેખાયા. પણ તેમનું કામ અછ અરણ્યમાં હતું તેટલામાં તેઓ રણવાસી થઈ વિદ્યાકળાદિક કેળવણી વિષે, પુરાતન લોકનું શું કહિયે, પણ પિતાના શેમવંશી અને હામવંશી ભાઈઓ કરતાં હીણ થયા.
ઈરાનદેશસ્થ અ* માનવના મૂળસ્થાનની પાસે વસેલા હતા, માટે બાબલનની કે અસુરીઆની પ્રજાની સાથે, પેહલાથી પૂર્વ સભ્ય પણાના ભાગીયા, અને પછી તેના ડાયાદ અને ધણી થયા. આશરે શ્રી પૂ. ૫૫૯ મે વર્ષે તેમનું રાજ્ય પ્રબળ થવા માંડયું. તેમાં વિદ્યાકળાનો અભ્યાસ અને અક્ષરજ્ઞાન હતું, એતે હેબ્રી અને ગ્રીકના ગ્રંથો ઉપરથી જાણિયે છિયે. પણ તેમની આર્યભાષામાં લખેલા ઈતિહાસના, કે
* ઈરાન, પહેલાં ઈલામી કહેવાતા. તેઓ શેમવંશીમાં ગણાય છે, પણ તેઓ માદી, કે મેદી લેકની સાથે સગાઈને નિકટ સંબંધ રાખતા, માટે કાળાંતરે તેઓ એક જેવા થયા; ઈલામીમાં રાજબળ બહુ વેહલું પ્રગટયું. સથી જુના ઈતિહાસમાં, આશરે બ્રી. પૂ. ૨૦૦૦) વર્ષને સમયે, તેમનું નામ મળે છે. પણ પછી તેઓ અસુરીના હસ્તગત થયા હતા,