________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
તહિં, ભાષા બદલાઈ અને પછી લોક વેરાયા. વેરાવાનું વર્ષ, અશરના ગણ્યા પ્રમાણે, ખ્રીસ્તાવતારની પૂર્વે આશરે ૨૨૩૩મે વર્ષે, અને, હેલ્સના ગણ્યા પ્રમાણે, આશરે ૨૫૫૮મે વર્ષો હોય એવું દેખાય છે. ત્યારે લોકની કેટલીએક પૃથક પૃથક ટળી મૂળ સ્વસ્થાન મૂકીને દૂર દૂર દેશોમાં પિત પિતાને વાતે નવાં નવાં વતન કરવા નીકળી.
માનવોમાં જે પહેલું રાજ્ય બંધાયું તે અસુરીનું કહેવાય છે. તેને આરંભ, હેલ્સના ગણ્યા પ્રમાણે, ખ્રી પૂ. ૨૫૫૮મે વર્ષે, અથવા તેની પાસે કઈ સમયે હતું. તેથી થોડાં વર્ષ પછી આફ્રિકાખંડના મિસર દેશમાં, મિસ્ત્રી (ઈજીપ્ત) ના વિખ્યાત રાજ્યને આરંભ થયો.
આ બે રાજ્યોની ભાષાઓમાં કઈ ફેર હતે ખરે, તે પણ તેઓ એકજ વર્ગમાં આવે એવી હતી. ભાષાને આ વર્ગ શેમીય કહેવાય છે, એટલે શેમવંશીઓની ભાષા; પણ હામવંશીના ઘણા ખરા એજ વર્ગની કોઈ ભાષા બોલતા. આ વર્ગમાં ખાલદી, સુરીઆની, હેબ્રી, ફેનીકી, ઈથિ. એપી, અરબી, ઈ, આશિઆની અને ઉત્તર આફ્રિકાની ભાષા છે. મહા પુરાતન કાળે આ લોકોમાં, મોટાં વિસ્તારેલાં રાજ્ય ચલાવવાની બુદ્ધિ, અક્ષરજ્ઞાન, કવિતા, ઉત્તમ ઈતિહાસ, ન્યાય, ઈત્યાદિના ગ્રંથ લખવાને સ્થિર અભ્યાસ હતવળી શિલ્પવિદ્યા, ધનુર્વિદ્યા, નાવિકવિદ્યા, ઈત્યાદિ હતી; તેમના વેપારિયે કોઈ સ્થળમાર્ગે, અને કોઈ વિશેષ કરીને ફેનીકિયો) જળમાર્ગે થઈને, દૂર દૂર દેશોમાં સ્વદેશી ઉપજ લેઈ જતા, અને તાંથી વળતાં પરદેશી દ્રવ્ય પિતાને ઘેર લાવતા. એવા બધા વિષયો વિષે, કેટલાએક સૈકા સુધી, શેમીય ભાષા બેલનારી પ્રજાએ બીજી બધી પ્રજા કરતાં ઉત્તમ બુદ્ધિ અને અધિક પરાક્રમ દેખાડ્યાં. પછીથી આવનારાના આગેવાન જેવા થઈને તેમને શીખવનારા હતા એવું દેખાય છે.
એમની એવી ચડતી કળાના દિવસમાં આર્ય ભાષા બોલનારી પ્રજાની અવસ્થા બહુજ ભિન્ન હતી. આય કહેવાયેલી ભાષાઓમાં, મુખ્યત્વે કરીને સંસ્કૃત, અંદ, ગ્રીક, લાટીન, ગોથીક, ઈત્યાદિ ભરતખંડની અને
* સૂક્ષ્મ રીતે જોતાં, મિસરની ભાષા સેમીયભાષાઓમાં ગણય નહિ, કેમકે કોઈ બીજી ભાષાની અનેક રૂઢિ તેમાં છે, તે પણ તેનું મૂળ શેમયની સાથે ભળતું દેખાય છે. શેમીય લોકોની સાથે મિસ્ત્રીઓને સંબંધ આરંભથી અંત સુધી બહુ હતે.
- ૫૮