________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
હશે એવું અનુમાન કેઈનું છે. ગુજરાતી ભાષાના ઈતિહાસ લખનારને તેમને અભ્યાસ અગત્યનો છે કેમકે તેમના ઘણાખરા નિયમ ગુજરાતીમાં ચાલે છે. પેહલાથી તેમના નિયમ ગુજરાતીને નહિ મળતા જેવા દેખાય, એટલે જે માગધીઆદિક પ્રાકૃત ઉપરથી જોવા લાગિયે તે, કેમકે માગધીના વિકારથી ગુજરાતી થઈ નથી; પણ ઊંડું ખેળતાં મળશે. હિમચંદ્ર ગુજરાતને વાણિયો હતો; તેણે પિતાના વ્યાકરણના આઠમા ભાગમાં અપભ્રંશ કરીને જે ભાષાનું વર્ણન કર્યું છે તેમાં ગુજરાતીના મૂળને વત્તા મળતા વિષે જાણ્યામાં આવે છે. આ અપભ્રંશ કહેલી ભાષામાં કેટલાએક લખેલા ગ્રંથ જૈન લોકના હાથમાં છે. જુના પુસ્તકભંડારોમાં સંતાડી રાખેલા ગ્રંથે પ્રગટ થાય તે આશા છે કે ગુજરાતી ભાષાનો ઈતિહાસ સ્પષ્ટ જાણવામાં આવશે.
મને ભાસે છે કે પંજાબની ભણીથી અને સરસ્વતિના કાંઠા આગળથી સંસ્કૃત ભાષા જુદી જુદી દિશાએ ફેલાતી ગઈ. આર્યોની એક ટળી સિંધુ નદીને કાંઠે કાંઠે થઈ સિંધ સુધી આવી, અને ત્યાં ઈરાનની ગમથી બીજા આર્યોની સાથે કંઈ મળી ગઈ હશે; –એક બીજી ટોળી ગંગાતટે જઈ બંગાળા સુધી, અને તાંથી ઉડિયા સુધી, ગઈ દેખાય છે;એક ત્રીજી ટોળી વિંધ્યાચળ પર્વતની પાર જઈને મરાઠાની પૂર્વજ થઈ;એક ચોથી ટોળી અરવલી પહાડોની કોરે કોરે થઈને મારવાડ, ગુજરાત, કરછ, અને કાઠિયાવાડમાં આવી વશી. એ પ્રાંતની ભાષા એક બીજાની સાથે મળતી જેવી છે, અને ગુજરાતીનું શુદ્ધ જ્ઞાન પામવા ઈચ્છનારાને આ ત્રણ, એટલે ગુજરાતી, કછી, અને મારવાડી વિષે કંઈ જ્ઞાન જોઈયે. એમને હિમચંદ્રની અપભ્રંશ કહેવાયલી ભાષાની સાથે મેળવી જોયાથી, ગુજરાતી ભાષાના ઈતિહાસને ખરે ખુલાસો જડે એવું દેખાય છે.
કઈ દેશી વિદ્વાને એ શોધમાં ખરે ભાવે વળગે તે સારું. વ્રજલાલ શાસ્ત્રીએ એવા કામમાં, પિતાને હેતુ કુશળ રીતિએ ચલાવ્યો છે. મારી આશા છે કે હજી તેમનાથી ભાષાના સુધારાને અર્થે ઘણા ગ્રંથ થશે; તેમને રચેલે નિબંધરૂપી ગુજરાતી ભાષાને ઈતિહાસ આ શોધને આરંભ જે થયું છે. એ વિષે આ વ્યાકરણમાં મારે કંઈ વધારે કહેવાનું હતું, પણ આ શાસ્ત્રીને નિબંધ બહાર પડ્યો છે, માટે કહેવાને અગત્ય નથી. બે ત્રણ પરચુરણ વાત કહીને ગ્રંથ પૂર્ણ કરિયે.