________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭.
એ સ્થળે ઇતિહાસના અભ્યાસ અને લેખનકાર્યું` માટે પુષ્કળ સામગ્રી સંગ્રહેલી ઉપલબ્ધ છે.
ગુજરાત પુરાતત્ત્વમાં મ્હોટા પુસ્તક ભંડાર છે; પણ તે અધુરા છે.
જ્યાં સુધી ઇતિહાસના અભ્યાસીએ સારૂં એક કેન્દ્રિત સ્થળે, ઉપલબ્ધ સર્વ સાધન સામગ્રી સંગ્રહવામાં નહિ આવે, અને તેના સંશાધન અને અભ્યાસ સારૂ, પુરતી ગાઠવણી નહિ થાય, ત્યાં સુધી ગુજરાતના એક સારા ઇતિહાસની આશા રાખવી નિરર્થક છે.
તે માટે પ્રથમ એક ઇતિહાસ મંડળ, ઇતિહાસપ્રેમીઓનું સ્થાપવામાં આવે એ અગત્યનું છે; તે ઐતિહાસિક વસ્તુઓ અને સાધના એકત્ર કરવા, સંગ્રહવા પ્રયાસ કરે, તે પછી જ ગુજરાતના સાચા અને વાસ્તવિક ઇતિહાસ, પ્રજાજીવન વિકાસની દૃષ્ટિએ, આલેખવાનું ખની શકશે.
આપણે ઈચ્છીશું કે સાહિત્ય પરિષદ તે દિશામાં યાગ્ય અને વ્યવહારૂ પગલાં લેશે; સાથે સાથે એવી વિનંતિ પણ આપણે કરીશું કે ચોક્કસ મુદ્દતમાં એ યેાજના અમલમાં મૂકાઈ, “ઇતિહાસ સંશોધન મદિર ” મૂ સ્વરૂપ ધારણ કરે; તે માત્ર એક અભિલાષ રહેવા ન પામે.
ગુજરાતી સાહિત્યના ઇતિહાસના પ્રશ્ન ગુજરાતના ઇતિહાસ જેવા મુશ્કેલ નથી; પણ તે સારૂં કેટલુંક પ્રારંભિક કાર્ય—spade workથવું જોઈ એ છીએ; તે એ વિષયને યથાયાગ્ય ન્યાય આપી શકાય, તેમ તેમાંના પ્રવક ખળા બરાબર સમજવામાં આવે.
ગુજરાતી સાહિત્ય સામાન્યતઃ બે વિભાગમાં વહેંચાયલું છે; (૧) પ્રાચીનયુગ-કવિ દયારામ સુધી (૨) અર્વાચીનયુગ-દલપતરામથી શરૂ કરીને.
પરંતુ આપણું પ્રાચીન સાહિત્ય બધું છપાયેલું નથી; ધણું હજી અપ્રસિદ્ધ, ભંડારામાં અને ખાનગી સંગ્રહામાં, અંધારામાં પડેલું છે.
પ્રાચીન કવિએ વિષે આપણને જે માહિતી મળેલી છે, તે પૂરી નથી; તેમની કેટલીક કૃતિએ વિષે પૂરતી ખાત્રી મળતી નથી; અને કેટલાકના નામેાલ્લેખ સાંપડે છે.
આપણા પ્રાંતમાં રાઢશે એ’સીમાં રાષ્ટ્રીય અસ્મિતાનાં આંદોલન કરી વળતાં પ્રાચીન ગુજરાતી સાહિત્યને પ્રકાશમાં આણવાના પ્રયાસ થયા હતા; તે પ્રવૃત્તિને લઈ ને આપણને બૃહત્કાવ્ય દોહનના આ ભાગો, પ્રાચીન
૧૮