________________
પ્રકીર્ણ લેખસંગ્રહ
અથવા સંવતૌકા બારમાં ગુજરાતના લોક જે ભાષા બોલતા તે એકવડી કઠ્ઠણ કાઠીની ને તે પ્રમાણે જ લામ્બી, કંઈ એક થાયલી તથા ઢેકાઢયા-વાળી પણ વળી કહીંતહીં કુમળી તથા સરળ, વણે સામળી અને કુળમજદ સાચવતાં સ્વતંત્ર વર્તનારી એવી, ભિલરાજકુંઅરી સરિખી સેહઈ. ચન્દન સરિખા સાયલા, જઈસી નમણે કેલિ;
પરદુખે જે દુષ્કિયા, સહિ તે સજ્જન મેલિ.” પડિવઈ દદુર ભલા, પડિવનું પાલંતિ;
મેધ મરંતઈ તે મરઈ, જીવંતઈ જીવંતિ.” “ઢોલ્લા મઈ તુંહું વારિયા, મા કુરુ દીલ માણ;
નિએ ગમિહિ રાડી, દડવડ હેહિ વિહાણું.” કોઠકુસુ કૃપશુધન, એ તણિ એક સભાવ;
તો રસ મૂકઈ અ૫ણો, જે ગલ દીજઈ પાવ.” “અઢોતરસુ બુદ્દડી, રાવણતણઈ કપાલિ;
અકુ બુદ્ધિ ન સાંપડી, લંકા ભંજણકાલિ.” મોર ભણુઈ અમહ પીંછડાં, મઈમેલ્હી વણે
હું અજિ અગાસે તિહવિણુ, તે સિરિ રાય વહેઈ”+ સિદ્ધરાજના કાળમાં ગુર્જરદેશની લોકભાષા જે અપભ્રંશમાં ગણાતી તેણે પછવાડેથી નવું રૂપ ધારણ કરવા માડયું ને તે મુસલમાની રાજ્યમાં ગુજરાતી ભાષા એ નામે ઓળખાઈ. તેરમાથી તે સેળમાં શિકાના અન્ત લગીના ગાળામાં ગુજરાતી લોકની સ્થિતિ ઠરેલી નોતી. અમદાવાદ ને. સમ્બન્ધી પ્રદેશોમાં જૈનની બેની વસ્તી હતી અને બૌદ્ધ જૈન ઉપાધ્યાઓની બોધભાષા ઘણું કરીને સર્વત્ર સરખી જ હતી. વળી ગુજરાતના રાજ્યને દિલહી કનોજના ને બીજા રાજ્યો સાથે સમ્બન્ધ હતું. એ સધાં ઉપરથી જણાય છે કે ગુજરાતની અપભ્રંશમાં માગધી તથા શૌરસેનીનો લેશ હશે જ. વળી ગુજરાતના મૂળ વાસ્તવ્ય લેકના ને ગુજરાતની રીતભાત વસ્તુના કેટલાક દેશી કેવાતા શબ્દો પણ હશેજ. માગધી શૌરસેની દેશ્ય એ શબ્દોની નિશાનીઓ (વર્તમાન ગુજરાતીમાં) શબ્દની વ્યુત્પત્તિ શેધાશે ત્યારે સ્પષ્ટ જણાશે.
+ “ગુ. ભા. નિબન્ધ”માંથી.