________________
પ્રકીર્ણ લેખસંગ્રહ
પુસ્તક લખતા એટલે લોકભાષા ઝાઝી કેળવાયેલી નજ હોય તો પણ રાજ્યના ઉત્કર્ષને અંશ તેમાં પણ આવેલો હોવો જોઈએ ને તે ભાટ પ્રાકૃત સાથે ને બીજીને વિશેષે શાસેની સાથે છે. અમણાની ભાષાઓ પણ પ્રાકૃત કેવાય છે. પ્રાકૃત એ શબ્દ લોકમાં તો સરળ અર્થમાં વપરાય છે કે શુદ્ધ-સંસ્કૃત નહિ તે પ્રાકૃત–પોતે જે બોલે છે તે પ્રાકૃત છે એમ તેઓ સમજે છે. વળી જુદાજુદા પ્રદેશના લોકે દેજૂદે કાળે જુદું જૂદું પ્રાકૃત ભણેલું તે સમ્બન્ધી ફાળકાળના પણ્ડિતોએ કેટલુંએક લખ્યું છે. માટે, પ્રાકૃત વિષે થોડુંક લખાણ કરું છઉં –
– એક અગ્રેજી પુસ્તકમાં લખ્યું છે કે “હિન્દુસ્થાનમાં ઈ. સનના આરંભમાં પ્રદેશ પ્રદેશમાં જુદી જુદી ભાષા બોલાતી અને તે ભાષાઓ કાળાન્તરે બદલાઈ આજની પ્રાકૃતભાષાઓ થઈ છે”– પછી સંસ્કૃત નાટકોમાં લખાયેલી પ્રાકૃતભાષા બોલાતી”—“અને એ, જેમ પિતાથી અગાડીની પ્રાકૃતના શબ્દ અપભ્રંશ થઈને ઘડાઈ હતી તેમ
અમણાની હિન્દી મરેઠી સઉ સંસ્કૃત નાટકોમાં ભણાયેલી પ્રાકૃત ભાષામાંથી નિપજી છે.” એક બીજાં અગ્રેજી પુસ્તકમાં લખ્યું છે કે “જે કાળે સંસ્કૃતવિદ્યાનો ઉત્કર્ષ હતું તે કાળમાં લોક જે ભાષા બોલતા તે પ્રાકૃત કેવાતી; એ ભાષા સંસ્કૃત શબ્દના અપભ્રંશ બોલાયાથી થઈ છે.” “મગધદેશની (બલ્ગાળાની પાસે બાર નામનો પ્રાન્ત છે તેને દક્ષિણ પ્રદેશ) તે માગધી અને દિલ્હી આગરાના પ્રદેશની તે શૌરસેની કેવાતી” –૫-જાબી, હિન્દી, બલ્ગાળી, સિન્ધી, મરેઠી, ગુજરાતી એ સઉ શૌરશેનીમાંથી નિકળી છે.” દેશી ગ્રન્થકારમાંને એક જણ કે છે કે “પશ્ચિમ સમુદ્રને લગતા પ્રદેશમાં રેનારા આભિરાદિ લોકની ભાષા તે અપભ્રંશ.”
જયી આર્યજનોના સમ્બન્ધથી પ્રદેશ પ્રદેશની પ્રજા પોતપોતાના શબ્દ ટાળતી ગઈ ને સંસ્કૃત શબ્દોને અપભ્રંશ કરી કરી પિતાના ઉચ્ચારણમાં લેતી ગઈ અને જયી લોક પણ વ્યવહારકાર્ય સરળ કરવાને પોતાના સંસ્કૃતને ભ્રષ્ટ ઉચ્ચારણે બોલતા થયા. એ મિશ્રણપ્રકારે પ્રદેશ પ્રદેશની પ્રાકૃતભાષાઓ ઉત્પન્ન થઈ વિશેષે મૂળ પ્રકૃતિ-સંસ્કૃત ઉપરથી થઈ માટે પ્રાકૃત કેવાઈ. મૂળના વાસ્તવ્ય લોકની જે ભાષા તેને પ્રાકૃત શબ્દ લાગે નહિ-તે લોકની ભાષાના કેટલાક શબ્દપ્રયોગ પ્રથમની પ્રાકૃતમાં આવેલા ખરા.
૪૧