________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
નિકળે. એ વિષે અદ્યાપિ આપણને ખરેખરી જાણ થઈ નથી. પૂર્વ વૃતાન્ત જેટલું જાણ્યામાં આવ્યું છે તેટલા ઉપરથી કેવાઈ શકે છે કે એ શબ્દ પચ્ચાસરનું રાજ્ય સ્થપાયા પછી પ્રસિદ્ધ પડયા છે ને એ રાજ્યના લેકની ભાષા તે ગુજરાતી ભાષા કેવાય.
એ ભાષા કેવી હતી તે જોવાને કોઇ ગ્રન્થ અજી હાથ લાગ્યા નથી, પણ સાડીત્રણસો વર્ષ પછી ગુજરાતના સર્વોપરિ ઉત્કર્ષકાળમાં ભાષાનું જે સ્વરૂપ હતું તેની ઝાંખી ગુજરાતનાજ તે તેજ કાળના પણ્ડિત હેમચન્દ્રે અપભ્રંશભાષાના વ્યાકરણમાં કરાવી છે.+ તે કાળના વિદ્વાન સંસ્કૃતમાંજ ગુર્જર્ એમ અર્થ કડાય, અને એ અર્થ ગુજરાતની પેલી વસ્તી ભીલ કાળાની કેવાય છે તેને તથા ગુજરાતના લાકના જે ઉદ્યમ તેને લાગુ પડે છે—વળી ફળદ્રુપ દેશ તથા પશ્ચિમે સમુદ્ર છે એ જોતાં ગુજરાતના લેાક ખેતી વેપારનાજ ઉદ્યમ પરમ્પરાથી કરતા આવ્યા છે એમ સિદ્ધ થાય છે. એક શાસ્ત્રીએ ગૃ ધાતુ ઉપરથી ‘ ગીતે તદ્ ગુઃ, ગુર્જરતિયસ્મિન્' એમ વ્યુત્પત્તિ કરીને જે દેશને વિષે ઉચ્ચારણ છિન્નભિન્નરૂપે રયાં હોય તે એમ અ કર્યાં અને એક શ્લાક ભણ્યા-‘ JÎराणां मुखं भ्रष्टं शिवोपि शवतां गतः; तुलसी तलसी जाता, मुकुૉપિ માતામ્. ' ‘ગુજરાતીએનું મુખ ભ્રષ્ટ છે કે શિવને શવ, તુલસી ને તળસી, મુકુન્દને મકન્દ, કે છે.' એ શ્લાક ગુજરાતીઓનું હાસ્ય કરવાને કાઈ યે જોડયા હેાય એમ જણાય છે તેપણ તેમાં કયલું તે કેવળ અસત્ય નથી. વિન્ધ્યાચળની ઉત્તરે વાસ કરનારા પાંચદેશના બ્રાહ્મણા તે ગૌડ ને દક્ષિણે વાસ કરનારા પાંચ દેશના બ્રાહ્મણ તે દ્રાવિડ કેવાય છે ને એ પાંચ દ્રાવિડમાં ગુજરાતી બ્રાહ્મણાની ગણના થઈ છે અને ગુજરાતી બ્રાહ્મણા યજુર્વેદી છે એવું ચચૂદ નામના ગ્રન્થમાં લખ્યું છે. ગુજર શબ્દ વિષે કેટલુંક ન ગદ્યમાં ગુજરાતીઓની સ્થિતિ વિષેના નિબન્ધમાં છે.
"
+ સંવત ૧૧૬૮ માં.–એ જાખીની અળપઝળપ શાસ્ત્રિ વ્રજલાલના “ગુજરાતી ભાષાના નિબન્ધમાં ” છે.
.
હેમચન્દ્રે પેાતાના ગુર્જરદેશનીજ ભાષાને અપભ્રંશ નથી કર્યું પણ તે કાળના ખીજા પણ કેટલાક દેશની લેાકભાષાને અપભ્રંશ એવું નામ આપ્યું છે. તે કેછે કે સંસ્કૃતના અતિભ્રષ્ટ રૂપાન્તર થઈ જે ભાષા ખેલાય છે તે અપભ્રંશ ભાષા; અને એ એ પ્રકારની છે-એકના સમ્બન્ધ વિશેષે
४०