________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ચારણાદિ માગણીએ લખેલા રાસાઓમાં દેખાય છે. અપભ્રંશભાષા
એ પ્રાકૃતભાષાઓમાંથી ચારને બોળી વપરાતી જાણી વરચિયે તેના નિયમવિષે વ્યાકરણ રચી દેખાડયું છે કે તે ચારે ઘણું કરીને એકસરખે નિયમેજ થઈ છે. બીજી ત્રણ કરતાં વિશેષે બોળી વપરાયેલી પ્રાકૃત જે મહારાષ્ટ્રી અથવા પ્રાકૃત (વિશેષ અર્થમાં ) કેવાતી તેને માટે ૪૨૪) નિયમ છે ને તે બીજી ત્રણને માટે પણ છે પણ શિરસેનીને ૩૨), માગધી ને ૧૭) અને પેશાચિકીને ૧૪) નિયમો પોતપોતાના વિશેષ છે. એ પ્રાકૃત-શબ્દનાં સ્વરૂપ જેવાને શાકુન્તલ-વિક્રમોર્વશી નાટકમાંના થોડાક શબ્દ આ છે-અજજા [આર્યા-આર્યજનો), અત્તિ [અસ્તિ-છે], અદ્ધ [અર્ધ), અવધ [અર્ધપથ-અધવચ], આણ [આજ્ઞા], ઈસાણીયે દિશાએ [ઐશાન્યાદિશા-ઈશાન દિશાએ], કુસુમાઈ [કુસુમાનિ-કુસુમ (અનેકવચને)], કેણાપિ [કેનાપિ-કઈ એક; કોઈપણ], ગદી [ગતિ], ગમિસે [ગમિથે-હું જઇશ], ગાઈટ્સ [ગાસ્વામિ-હું ગાઈશ], ગાયતિ [ગાયતિ-ગાય છે], ચિત્તલેખા [ચિત્રલેખા-ચિત્રલેહા], ચુંબિઆઈ [ચુષ્મિતાનિ-ચુમ્બન કરેલું એવાં], જન્સ યસ્ય-જેની, કિપિ નિકિમપિ-કંઈ પણ નહિ, તો [તપ-ત૫], તહઈતિ [તથતિ-તે પ્રમાણે દયભાણા [દયમાન-દામણ, દયામણો], દલે [તલે-તળે], દાવ [તાવત–તેમ, તે પ્રકારે], દુદિઆ [દ્વિતીયા–બીજી], ૫ખવાદી [પક્ષપાતી], પરિત્તાધિ [પરિત્રાયધ્વ-પરિત્રાણ–રક્ષણ કરે], પિઅ [પ્રિય], પઓ [પ્રયોગ], ભમરહિ [ભ્રમર –ભમરાઓએ], રૂદુ [ઋતુ-ઋતુ, રત], સગર્સ [સ્વર્ગસ્ય-સ્વર્ગની, સરિસ સિદશં-સરીખું, સરખું; યોગ્ય, ઘટતું], સહી [સખી–સહી], સુઉમાર [સુકુમાર], સુણાદુ ણિત-સાંભળ, સૂણ, હાઈસ્મદિ [હાસ્યતે–હસે છે], ઈ. - એ પ્રાકૃત દેશકાળ પર પિતાનું રૂપ પાલટતાં પાલટતાં અગિયારમેં વર્ષે નવાં રૂપમાં અપભ્રંશ એ નામે ઓળખાઈ. પ્રાકૃત તથા અપભ્રંશ એ બેનું સ્વરૂપ જોતાં જણાય છે કે પ્રાકૃતમાંના કેટલાક શબ્દ શુદ્ધ સંસ્કૃત પેજ વપરાતા થઈને, કેટલાક નિજરૂપેજ રઈને, કેટલાએક ભ્રષ્ટ રૂપાન્તરોમાં ઉતરીને ને કેટલાએક સંસ્કૃત તથા દેશી શબ્દ નવા વધીને અપભ્રંશ–ભાષા થઈ હોય એમ જણાય છે. અમણની પ્રાકૃત ભાષાઓ અપભ્રંશમાંથી ઉત્પન્ન થઈ છે. દક્ષણ ને ગુજરાતી એ બે, મુખ્ય પ્રાકૃત-મહારાષ્ટ્રા અને એની અપભ્રંશ એ ઉપરથી અને હિન્દી, મુખ્ય પ્રાકૃત તથા શૌરસેની અને એના અપભ્રંશ એ ઉપરથી ઘડાઈ છે.
વલ્લભીપુરનાં રાજ્યમાં બૌદ્ધ જૈન લોક હતા, ગુજરાતમાં ને