________________
પ્રકીર્ણ લેખસંગ્રહ
સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માડયું-૧૮૮૪માં ઈસપનીતિ, ૧૮૮૬માં વિદ્યાના ઉદ્દેશ લાભને સંતોષ અને ૧૮૮૯માં બાળમિલ” (પ્રથમ ભાગ) એ પુસ્તકો નિકળ્યાં.
એ પ્રમાણે ગુજરાતી ભાષાનો ઉદ્દભવ તથા સ્થિતિ છે.–(સંસ્કૃત) પ્રાકૃત-અપભ્રંશ-અપભ્રંશગુજરાતી-ગુજરાતી, એ પ્રમાણે ક્રમ છે. એ સ્થિતિક્રમ અને વર્તમાન સ્થિતિ એ જોતાં જણાય છે, કે ભાષા અલ્ગકાઠિયે એકવડી હતી ને છે, કોમળ હતી ને છે, થડા વિષયમાં ને વિશેષ કવિતામાં રમતી તે આજ વધારે ને વિશેષે ગદ્યમાં ઘુમે છે. ભાષા, અર્થ, ઘટ ને ઘાટીલી-સુન્દર થતી આવી છે ને થાય છે. ભાષા પિતાના પ્રાકૃત કમળપણાં વડે કોઈ પણ મેટા અર્થને યથાસ્થિત સુન્દર દર્શાવવાને સત્વરે વળી શકે તેવી છે પણ કેળવણીની અછતમાં તે પિતાનું ઉત્કૃષ્ટસ્વરૂપ દર્શાવી શકતી નથી. *
* દ્રવિડ પતિના વિશ્વગુણદર્શ નામના ગ્રન્થમાં ગુજરાતી ભાષાને અમૃત જેવી મીઠી કઈ છે. મને સાંભરે છે કે ખમ્માતવિષે એક ગવર્મેન્ટ ટકાર્ડમાં મેં વાંચ્યું છે કે ખમ્માતના કોઈ કલ્યાણરાય નામના લાડવાણિયાના કાળમાં “ગુજરાતી ભાષા સુન્દર કેવાતી.” (એણે ખમ્માતના પારસીઓનાં વધીગયેલાં જેને તેડયું હતું). જયદેવવિયે અષ્ટપદીમાં ગુર્જરીરાગને પણ માન સાથે ગણનામાં લીધો છે. “સોરઠ મીઠી રાગણું એમ કચનીઓ ગાય છે. ગરબી ગરબાની વાણું ગુજરાતની જ છે ને વખણાય છે. હવે બીજે પક્ષે ગુજરાતી તે શુંશની, ગુજરાતીનું ગાણું તે રણુંજ, સઘળી પ્રાકૃતિને ડુઓ તે ગુજરાતી, ગુજરાતી તે પિચી-બાયલી ને હિન્દી તે મરદાની, ગુજરાતીમાં તે વળી કવિતા શી?-એના તો રાસડાજ -કવિતા તે ભાષાની, “અબે તબેકા એક રૂપિયા, અઠે કઠે આણું બાર; ઈકેડુન તિકડુંન આણે આઠ ને શું શું ચાર” એમ પણ કેતી કહીંકહીં છે. એ નિન્દાવા ગુજરાતી ઉચ્ચારણ અતિ કુમળું છે તે ઉપરથી બેલાયાં છે. હિન્દી મરેઠી ગુજરાતી ભાષા એક માની જણેલી બેને છે. -શબ્દ મળતા આવે છે, સંસ્કૃત વર્ણનાં ઉચ્ચાર ત્રણેમાં સમાન છે. પણ સર્વનામ વિભક્તિ પ્રત્યય-ક્રિયાપદના પ્રત્યય એ ત્રણું પરત્વે ને કોઈ કોઈ જૂદાં ઉચ્ચારણને લીધે તે છેટેની સગી મનાય છે. બીજી બધી વાત પડતી મુકી ક્રિયાપદના પ્રત્યય જોઈ એ તેજ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાતી પ્રત્યય અતિશય કુમળે છે. પૂર્વ કયું છે કે સંસ્કૃત ધાતુ અથવા