________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ગુજરાતી પ્રજા પંચરંગી જાતિઓની બનેલી છે, તેમાં ભાટીઆ, લુહાણ, ખોજા, મેમણ, પારસી, મુસ્લિમ, જૈન, બ્રાહ્મણ, નાગર વગેરેને સમાવેશ થાય છે. એ જાતિઓનો ઇતિહાસ જાણ્યાથી તેને વૃત્તાંત એક અદ્દભુત રોમાંચક કથા જે માલુમ પડશે. એ જાતિઓ કયાંથી આવી, શા કારણે દેશ છે, ગુજરાતમાં કેવી રીતે દઢ થઈ, પ્રાંતના વિકાસ અને વિસ્તારમાં તેમણે શી સહાયતા આપેલી છે, દેશની આબાદી અને સમૃદ્ધિ મેળવવામાં દરેકે કેવો અને કેટલો હિસ્સો આપેલો છે અને એક બીજી જાતિઓ માંહોમાંહે ભળી જઈ ને ગુજરાતી પ્રજા તરીકે એક થવા પામી અને તેની પરસ્પર શી અસર થઈ, એ આખો પ્રશ્ન સમગ્રપણે વિચારવા જેવો છે. | ગુજરાતના ઇતિહાસની ખાત્રી લાયક ઐતિહાસિક હકીકત સાંપડે છે તે સમયથી, બહારની વિદેશી જાતિઓએ, ગુજરાત ઉપર, એક પછી એક આક્રમણ કરી પિતાની સત્તા સ્થાપી હતી. શક, હૂણ અને ગુર્જરોને વૃત્તાંત તેની સાબિતીરૂપ છે. પછીથી એ જાતિઓ હિન્દુધર્મમાં ભળી ગઈ હતી એ ઓછું આશ્ચર્યજનક નથી. જૈનેનાં આગમ ગ્રંથે વલ્લભીપુરમાં લિપિ બદ્ધ થયા હતા; અને જૈનધર્મ અને સંસ્કૃતિએ ગુજરાતના ઘડતરમાં મોટો ફાળો આપે છે, એ વિસરવું જોઈએ નહિ. મુસ્લિમ અને મેગલ સત્તા લાંબા સમય સુધી ગુજરાતમાં ટકી હતી અને પ્રજા જીવનપર, રાજકર્તા તરીકે તેમણે તેમજ ઈસ્લામ ધર્મો પ્રબળ અસર કરેલી છે, તેમાં અનેક ચિહે મળી આવશે.
મરાઠાઓને અમલ ઝાઝો વખત રહ્યું ન હતું; તે પણ તેની છાપ ગુજરાતી જીવનમાં જોવામાં આવશે અને અનેક મહારાષ્ટ્રી કુટુંબ ગુજરાતમાં સ્થાયી વસ્યાં છે, એ પણ સામાજિક દૃષ્ટિને એક વિચારણીય મુદ્દો રજુ કરે છે.
અંગ્રેજી અમલે તો આપણી પ્રજામાં જે ચેતન આપ્યું છે તે કાંઈક અજબ છે. ગુજરાતી પ્રજાજીવન એથી ખૂબ રંગાયું છે અને તે ક્રાંતિકારી નિવડે તે આપણે અજાયબ થઇશું નહિ.
| ગુજરાતી પ્રજા અને ગુજરાતી સંસ્કૃતિ, ઉપરની વિગત વિચારતાં, વિધવિધ તત્તથી મિશ્રિત-composite છે; રંગ તેમ ધર્મ, વિચાર અને સંસ્કૃતિમાં ભિન્ન માલુમ પડશે, પણ સરવાળે એક ગુજરાતી પ્રજા તરીકે તે મગરૂરી લેતી જણાશે.