________________
ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ
વધુમાં ગુજરાતીઓની સાહસિકતા, વાણિજય પ્રેમ, કાર્યદક્ષતા, વ્યવહારિક ડહાપણ અને વિનય એ સર્વ એ ગુજરાતની વિશિષ્ટતા છે.
આજ સુધીમાં લખાયેલા ઇતિહાસમાં રાજકીય બનાવોને પ્રાધાન્ય આપવામાં આવેલું છે, પણ બે હજાર વર્ષના લાંબા ગાળામાં પ્રજાજીવન કેવી રીતે આગળ વધતું રહ્યું, વિકાસ પામ્યું, તેમાં ક્યારે ક્યારે ભરતી ઓટ આવ્યા, અને તેનાં શાં પરિણામે નિપજ્યાં, એ પદ્ધતિસર તપાસવું જોઈએ, તેમ ભારતવર્ષના એક અંગ તરીકે ગુજરાત પ્રાંતે કોઈ વિશિષ્ટ સેવા કરેલી છે કે કેમ અને તે કેવા પ્રકારની તેની વિગતો પણ આપણે મેળવવી તપાસવી જોઈએ. .
જે મુદ્દાઓ અત્રે ઉપસ્થિત કર્યા છે તે નવા નથી; તેને આશય માત્ર એ છે કે તે પ્રતિ બહુ ઘેડું જ ધ્યાન અપાયું છે; પણ દુઃખની બીના એ છે કે જે થોડાઘણ તેને અભ્યાસ કરવા આતુર છે, તેમને તે માટે જરૂરી સાધનો મેળવવામાં ખૂબ મુશ્કેલીઓ નડે છે.
સન ૧૯૨૧ માં “ગુજરાત પુરાતત્ત્વ” ની સ્થાપના કરવામાં આવી ત્યારે એવી આશા પડેલી કે ઇતિહાસના અભ્યાસીને જે અડચણ પડતી તે એથી દૂર થશે, એટલું જ નહિ પણ આપણા પ્રાન્તને એક સવિસ્તર અને વિશ્વસનીય ઈતિહાસ લખાવવાને તેના તરફથી પ્રબંધ થશે.
પરંતુ દેશમાં જાગેલી રાજકીય પ્રવૃત્તિના અંગે તે દ્વાર અકાળે બંધ પડ્યું હતું.
એક તરફથી નવાં નવાં ખોદકામ અને શોધખોળના પ્રયત્નો ચાલુ છે તેમ બીજી તરફથી જુનાં અતિહાસિક લખાણો, જેમકે પેશ્વાનું દફતર, ગાયકવાડ સરકારનું દફતર, અંગ્રેજી રેસિડેન્સિનું દફતર, પોર્ટુગીઝ અને ડચ વૃત્તાંત વગેરે સાધનસામગ્રી વધુને વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવતી જાય છે, અને વેરણખેરણ પડેલું ઐતિહાસિક સાહિત્ય પુષ્કળ છે.
પર પ્રાંતમાં ઐતિહાસિક સંશોધનનું કાર્ય વગભર થઈ રહ્યું છે; જૂદી જૂદી યુનિવરસિટિઓએ પણ તે પ્રવૃત્તિ ઉપાડી લીધેલી છે. પૂનામાં ભાંડારકર રીચર્સ ઈન્સ્ટીટયુરની સાથે ભારત ઇતિહાસ સંશાધન મંડળનું કાર્ય પણ પ્રગતિમાન માલુમ પડશે.
૧૭