________________
ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ
કાવ્યમાળાના પ્રાંત્રીસ ગ્રંથ અને પ્રાચીન કાવ્ય ત્રિમાસિકના ત્રીસથી વધુ
કે મળેલા છે. સદરહુ પુસ્તકો બહાર પડયા પછી તે કાવ્યોની વધુ અને સારી પ્રત પ્રાપ્ત થયેલી છે તેમ બીજી અનેક નવી હાથ લાગી છે.
પણ તે સઘળાની એકત્રિત માહિતી મેળવવાની મુશ્કેલી પડે છે. પ્રાચીન સાહિત્યની હસ્તલિખિત પ્રતોના પાંચ સંગ્રહ જાણતા છે –
(૧) શ્રી. ફેબસ સભા હસ્તલિખિત પુસ્તક સંગ્રહ. (૨) કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ, ગુ. વ. સંસાઈટી હસ્તક, (૩) વડોદરા રાજ્ય સેન્ટ્રલ લાઈબ્રેરી પુસ્તક સંગ્રહ; (૪) “ગુજરાતી” પ્રેસ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ (૫) ડાહીલક્ષ્મી લાઈબ્રેરી પુસ્તક સંગ્રહ-નડિઆદ.
સ્વર્ગસ્થ શેઠ પુરૂષોત્તમ વિશ્રામ માવજી પાસેને સંગ્રહ હાલમાં કોની પાસે છે તે જાણવામાં નથી.
તે સિવાય વેરણબેરણ, અણધાયેલી અને અંધારામાં રહેલી હાથ પ્રતોની સંખ્યા બહુ મહેટી માલુમ પડશે.
જન પ્રાચીન સાહિત્ય સંબંધમાં હેટી સવડ એ છે કે તે જુદા જુદા ભંડારોમાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત સંગ્રહાયેલું છે, તેમ તેની યાદી, જરૂર પડે મળી શકે છે; અને શ્રીયુત મોહનલાલ દલીચંદે “જન કવિઓ” એ નામે બે ગ્રંથે, એ સાહિત્યની લંબાણ સમાલોચના સહિત, બહાર પાડયા પછી, તે સંબંધી બહુ થોડું જાણવાનું બાકી રહે છે.
તે ધોરણે જૈનેતર પ્રાચીન સાહિત્યની તપાસ અને નોંધ થાય એ આવશ્યક છે.
કવીશ્વર દલપતરામ અને શ્રી ફેર્બસ સભાના સંગ્રહની યાદીઓ છપાયેલી છે, એવી યાદીએ સેન્ટ્રલ લાઈબ્રેરીની, ગુજરાતી પ્રેસની, ડાહીલક્ષ્મી લાઈબ્રેરીની અને શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી સંગ્રહની થવી જોઇએ.
એ યાદીઓ ઉપરથી કેટલુંક પ્રાસ્તાવિક કાર્ય થઈ શકે; જજૂદા જૂદા કવિઓની કૃતિઓની સાલવાર અને સમગ્રપણે નોંધ કરી શકાય; તેમ તેના પુનઃ પ્રકાશન કે નવાં પ્રકાશન સારૂ યોજના ઘડવાનું સરલ થાય.
એવી માહિતી, જે તે સ્થળેથી એકત્ર કર્યા વિના પ્રાચીન ગુજરાતી સાહિત્યને પૂરો કે પૂરો ખ્યાલ નજર આવે; એટલું જ નહિ પણ તે વિષે