Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
મૂર્તિપૂજક આચાર્યો પણ સંશોધન ઇચ્છે છે. એક જ જૈનની મુંહપત્તી અને બીજાં દરેક અંગો વિષે કહી શકાય. ખરેખર તે માનવે પિતાના વર્તુળમાં રહીને દેશ-કાળને અનુરૂપ એગ્ય સંશોધન કરતાં રહેવું જોઈએ. એક વર્તુળવાળા બીજાને નીચા કે બેટા કહે તે શોભે નહીં; તેમાં પણ વિરોધભાવ તો તદ્દન વ્યાજબી ન ગણાય.
તે પછી રૂપકો અંગે ચર્ચા ચાલી.
શ્રી પૂંજાભાઈ: “ભારતના ધર્મ-પુરાણમાં ઘણું રૂપકો આવે છે તેના યોગ્ય અર્થે વિદ્વાનોએ તારવવા જોઈએ. દા. ત. અહલ્યા એટલે અતિ અંધકાર, તેના ઉપર સૂર્યદેવે કે ઈદ્રદેવે પ્રકાશ ફેંકો.”
શ્રી ચંચળબહેનઃ “એના કરતાં તે આ અર્થ વધારે બંધબેસતે લાગે છે કે અહલ્યા ગૌતમમુનિનો સ્વાંગ જોઈ ઠગાઈ ગઈ તેથી તેને આઘાત લાગેલે, એટલે તે સુનમુન જડ બની ગઈ ભગવાન રામે તેને ચેતના આપી.”
પૂ. ગોપાલ સ્વામી : “અહલ્યા એટલે સૂકી ભૂમિ તે અર્થ ઘટાવ્યો છે એવું મારા ખ્યાલમાં છે !”
ત્યારબાદ સૃષ્ટિને આરંભ તેમજ કર્તા ઈશ્વર છે કે નહીં ? તે અંગે ચર્ચા ચાલી.
શ્રી, પૂજાભાઈ : શ્રી નરસિંહભાઈએ “ઈશ્વરને ઇન્કાર' નામના પુસ્તકમાં કહ્યું છે કે ઈશ્વરે સૃષ્ટિને પેદા કરી નથી; તે તે ક્રમથી પેદા થઈ છે. એ માનવામાં શી હરક્ત છે?”
શ્રી દેવજીભાઈ : “જૈન–સૂત્રો તે સુષ્ટિને અનાદિ– અનંત માને જ છે. ગીતામાં પણ કહ્યું છે કે સ્વભાવ પ્રમાણે પૃથ્વી ચાલે છે. ડાર્વિનના સિદ્ધાંત પ્રમાણે ઉત્ક્રાંતિ થતી જ રહે છે.”
આ અંગે ચર્ચા ચાલી કે ઉત્ક્રાંતિ પણ થઈ શકે અને અપક્રાંતિ પણ થઈ શકે. માણસમાંથી તિર્યંચે થવાય અને તિર્યંચમાંથી માણસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com