Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૨
અને ગંગા નદીના મેદાનમાં તેઓ આગળ વધતા ગયા અને નવાં નવાં નગર વસાવતા આગળ વધતા ગયા એમ લાગે છે.”
આય લોકો સ્થાપત્ય-કળામાં વિશેષજ્ઞ હોવા જોઈએ. તે વખતના જે આર્યો આવ્યા હતા તેઓ ઈરાન કે મેસેપિટેમિયાથી આવ્યા હોય એવો પણ એક અંદાજ છે. તેમની મૂળ ભાષા વેદની સંસ્કૃત ભાષા હતી. આજે જે સંસ્કૃત પ્રચલિત છે તેનાથી વેદની સંસ્કૃત ભાષા જુદી જ હતી. ધીમે ધીમે તે ભાષાનું સુસંસ્કૃત રૂ૫ થયું અને તેને સંસ્કૃત નામ આપવામાં આવ્યું. એ જ સંસ્કૃત ભાષા, આજના ભારતની હિંદી, બંગાળી, ગુજરાતી, મરાઠી, આસામી, ઉડ્યિા, પંજાબી વગેરે ભાષાઓની માતૃભાષા છે.
આ ઉપરાંત બેલચાલની પણ ભાષા હતી કારણકે સંસ્કૃત રાજભાષા બની ચૂકી હતી. એટલે તે વખતે લેાકભાષા રૂપે પ્રાકૃત, પાલી કે અર્ધમાગધીને પણ પ્રચાર હતા અને એક સમય એ પણ આવ્યો કે જ્યારે સંસ્કૃત કેવળ બ્રાહ્મણોની ભાષા બની ગઈ તો બુદ્ધ અને મહાવીર જેવા સમર્થ ધર્મમય સમાજ-સંસ્થાપકોને પિતાને ઉપદેશ પાલી કે અર્ધમાગધીમાં આપવો પડે અને બૌદ્ધ પિટક તેમ જ જૈન આગમ આજે એ ભાષામાં જોવા મળે છે. આજે હિંદમાં દક્ષિણની ચાર ભાષા તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ મળીને એમ કુલ્લે ચૌદ ભાષાઓને ધેરણસર સ્વીકાર થયું છે.
દ્રવિડ સંસ્કૃતિ ઉત્તરમાં હતી, પણ આજે ઉત્તરમાં તેને લગભગ લેપ થયો છે અને તે દક્ષિણ પૂરતી રહી છે. ઉત્તરમાંથી દ્રવિડ સંસ્કૃતિ દક્ષિણમાં ક્યારે ગઈ કે દક્ષિણમાં અગાઉ એ સંસ્કૃતિ હતી? હતી તો કેવા રૂપે હતી ? તે અંગે કોઈ વર્ણન મળતું નથી. એટલું ચોક્કસ છે કે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે વિધ્યાચળના પહાડો અને ભયંકર જંગલે તેમજ પહોળી નદીઓ હતી. | સર્વપ્રથમ ઉત્તરમાંથી દક્ષિણમાં જનાર આર્ય તરીકે અગત્ય
ઋષિ હતા. તેઓ ધર્મ અને સંસ્કૃતિને સંદેશ લઈને ગયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com