Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૯૪
ઈંગ્લાંડના રાજા ચાર્લ્સ બીજાને, પિટુગલની રાજકુમારી કેથેરાઈન સાથે લગ્ન કરતાં તે પહેરામણીમાં મળ્યા હતા. રાજાએ તે ઈસ્ટ ઈડિયા કંપનીને નજીવા ભાવે વેચી નાખ્યો હતો. આમ મુંબઈ અંગ્રેજો પાસે ગયું. ૧૬૮૦માં જેન કર્નાક નામના અંગ્રેજે કલકત્તા શહેરને પાયો નાખ્યો આમ કલકત્તા પણ તેમના કન્જામાં આવ્યું.
અંગ્રેજોની દેખાદેખી ફેંચ લોકેએ પણ સૂરત તેમજ અન્ય શહેરોમાં કાઠીઓ નાંખી. તેમણે પોંડીચેરીને ખરીદ્યું પણ ખરું ફેશે વધારે ચાલાક હતા. તેમણે બે રાજ્યોની લડાઈને લાભ લેવાનું શરૂ કર્યું. અંગ્રેજે તેમના પગલે ચાલ્યા. ઇંચને નેતા ડુપ્લે હો અને અંગ્રેજોને કલાઈવ. પ્રારંભમાં તેઓ પોતાના કેળવાયેલાં સૈન્ય અને શસ્ત્રો આપતાં અને પછી તેના બદલે, આર્થિક ભીંસ નાખી રાો હડપી લેતા. પ્રારંભમાં
એને વિજય થતો પણ પંદર વર્ષ પછી અંગ્રેજોએ ફેંચોને હરાવી, હિંદમાં રાજ્ય સ્થાપવાની શરૂઆત કરી. તેમણે મૈસૂર, હૈદ્રાબાદ (ગલકુંડા ) વિજયનગર-બંગાળ વગેરે રાજ્યોને કબજે કર્યા. અંગ્રેજોની લડત જુદા પ્રકારની હતી. તેઓ આક્રમણ કરવા આવતાં ઉત્તર ભારતમાં આવતા વિદેશીઓ કરતા જુદા હતા. સાથે તેમને સમુદ્રી કાફલો મજબૂત હતો. ૧૭૪૬માં બકસર આગળ તેમ જ અન્ય જગ્યાએ અંગ્રેજોને ભારે વિજય થયો. તેમણે સ્વાર્થી અને લેભી હિંદુઓને પિતાની નેકરીમાં રાખ્યા અને તેમના વડે મનમાની લુંટ ચલાવી. રાજ્ય ખાલસા કર્યા અને બધે ત્રાહિ ત્રાહિ કિરાવ્યું. ૧૭૮૦માં મરાઠાઓએ અંગ્રેજોને હરાવ્યા; પણ અંગ્રેજો અડ્ડો જમાવવા આવ્યા હતા. તેમણે હિંદને કિનારે સદંતર ન છોડો.
ત્યારબાદ અંગ્રેજોને પહેલે ગવર્નર વોરન હેસ્ટિંગસ આવ્યા તેણે પિતાના તાબે હે એવા રાજાઓને કબજે કરવા શરૂ કર્યા અને તેમને વૈભવ-વિલાસમાં નાખી દીધા. તેમણે અફવાને; શીખે, મરાઠાઓ, બર્મીઓ સાથે લડાઈ કરી, લડાઈમાં જીત બાદ બધો
ખર્ચે તેમની પ્રજા ઉમર નાખી દીધો. બ્રિટીશ સલ્તનતનો પાથ ઊંડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com