Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૧૫
એક વેપારીએ તેની સામે બંડ પોકાર્યું. “અમારે આવાજ નહીં તે કરવેર શા માટે ભરીએ.”
તેને રાજાએ બંડ ગણું. રાજદ્રોહના અપરાધમાં એક પાઈને દંડ કર્યો. તેણે તે ન આપ્યો. મામલો વટે ચડ્યો. તેની મિલકત લૂટાણી, ને જેલ ભેગો થયે પણ ન હટકે. પ્રજાને જોશ વધે. પ્રજાએ ગાડાના પૈડાં જેટલા કાગળમાં સહીઓ કરી રાજ અને પ્રજા બને વચ્ચે યુદ્ધ થયું. બન્ને પક્ષેની લડાઈમાં રાજા હાર્યો પરિણામે બીજે રાજા આવે. પણ અંતે તે સત્તા પ્રજાના હાથમાં જ આવી પડી. તેના જ પ્રતિનિધિઓ રાજ્યમાં ગયા. ત્યારથી, તાલુકદારો, વેપારીઓ અને બીજાઓનું સ્થળ ધારાસભા થઈ ગયું. બંધારણ ત્યારે નક્કી થયું. આ છે ટુંકમાં ત્યાંની લોકશાહીને ઇતિહાસમાં પ્રથમ ઇંગ્લાંડ, પછી અમેરિકા અને પછી ફાંસે અપનાવી એ મારી વિનય મત છે.
કેટલાક યુવાને કહે છે: “રાજયને બદલવાને અમને અધિકાર છે. ચૂંટણીથી ન બદલે તે લડીને બદલી શકાય !”
પણ, આજની દુનિયાની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુરોપની, અમેરિકાની, કાંસની અને અંતે રશિયાની ક્રાંતિ થઈ ત્યારની પરિસ્થિતિ જુદી હતી. જેમાં રાજયના હાથમાં તલવાર, બંદુક વગેરે સાધન હતાં, તેવાં જ હથિયારે ત્યાં પ્રજાના હાથમાં હતાં. એટલે પ્રજા–રાજાની સ્થિતિ સમોવડિયા જેવી હતી. પણ, આજે રાજ્ય પાસે વધુમાં વધુ સાધને છે. એટમ બમ વગેરે એવી પ્રલયકારી શક્તિઓ રાજ્ય પાસે છે કે પ્રજાની ચાહે એટલી સંખ્યા હોય તે ખતમ કરી શકે છે. બીજું પણ વિચારવા જેવું એ છે કે આજે યંત્ર પાસેની શક્તિ પછી મૂડીવાદી વ્યવસ્થા, આંતરરાષ્ટ્રિીય ક્ષેત્રે આગ્યા પછી મજૂર સ ગઠન થયાં અને એમણે લોકશાહી સમાજ રચના સામે જેહાદ ઉઠાવી. તેમાંથી માકર્સની વિચારધારાએ પિતાને અમૂક પ્રભાવ જમાવ્યો. જ્યારે એજ વિચારધારા અનુગામી લેનિને સરમુખત્યારી દ્વારા સામ્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com