Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
ઘટતા, ઘનતા, પ્રવાહિતા પિલાણ વગેરે ઉપર આધારિત છે. પદાર્થ ધન, પ્રવાહી કે વાયુરૂપ હશે તે એને લગતા કાયદા ઉપર એ આધારિત હશે.
આ ત્રણે ગુણો વૈજ્ઞાનિકો, દાર્શનિકો, અને જૈનતત્વોની દષ્ટિએ, બધા પદાર્થોમાં સરખા હશે. ફેર છે માત્ર ગણત્રી કરવાને. જેમણે જે પ્રમાણે એની ગણત્રી કરી હશે તે પ્રમાણે તેને એ ગુણોનું દર્શન થશે.
આ ભૌતિક કે પદાર્થ વિજ્ઞાનનો ઉપયોગ ભારતીય દર્શની આરોગ્ય જાળવવા કે સિદ્ધિઓ મેળવવા માટે કરતા. અહીં આરોગ્યવિજ્ઞાન ચરકથી માંડીને સુકૃત સુધી અનેક પ્રયત્ન થયા છે. પણ પાછળથી શાંતિ અને ચિત્તની પ્રસન્નતા માટે વિજ્ઞાનને હેતુ સચવાયો નહીં અને શસ્ત્ર-વિજ્ઞાનનો ઉપયોગ નર–સંહારમાં થતાં તેનો છેદ ઉડાડવામાં આવ્યું. માત્ર આરોગ્ય અને રક્ષણના ક્ષેત્રે વિજ્ઞાનને ઉપયોગ કરવાની છૂટ આપી. મહાભારતકાળે આ વિજ્ઞાન હતું. તે વિજ્ઞાન અને આજના વિજ્ઞાનમાં મૂળભૂત ફરક નથી.
(૨) રાસાયણિક વિજ્ઞાન બીજુ રાસાયણિક વિજ્ઞાન છે. નાગાર્જુને પારાની શક્તિને ઉપયોગ કરવાની વાત કરી. પારાની શકિતને ભારતના ભૌતિક વૈજ્ઞાનિક રસાયણ તરીકે ઓળખતા. પારાથી વિમાને કેમ ઊડે ? જંતુઓનો નાશ કેમ થાય ? અબરખ વગેરેની ભસ્મ, પુટ આપીને, છેદન-મર્દન કરીને કેમ બને? અણુપરમાણુઓને ઉપયોગ શી રીતે થાય ? એક રસને બીજા રસમાં રૂપાંતર કરવું હોય તે કઈ રીતે થાય? આ બધામાં રસશકિતનો એક ઉપયોગ કરતા. રસશકિતનો બીજો ઉપયોગ દ્રવ્ય યજ્ઞમાં તે વખતના કર્મચારીઓ કરતા. નાળિયેર લઈ તેમાં અમૂક રસ અને સુગંધી દ્રવ્યો ભરી દેતા. પછી તેને આંચ આપતા એટલે તે ઊંચે ચઢીને ફાટતું. એમાંથી સુગંધી દ્રવ્યો નીકળીને વેરાતા. જેમ અમૂક દ્રવ્ય છાંટી દેવાથી વાદળાં વરસાવી શકાય છે. એવી જ રીતે સમય–બમ (TimeBom) અમૂક સમયે જ ફૂટે છે અને તેમાંથી સોટક પદાર્થો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com