Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૮૭
ધર્મનું સ્વરૂપ સારી પેઠે સમજી વિવેકયુક્ત ધર્મશ્રદ્ધાથી સત્ય, અહિંસાથી ધર્મનું આચરણ કરવા પ્રેરાશે; ધર્મ, આત્મા વગેરે તને માનવા પ્રેરાશે. એટલે વિજ્ઞાન ને અધાત્રિક ઠરાવવું વ્યાજબી અને ઉપયુક્ત નથી.
વિજ્ઞાન વડે માણસ વિલાસી બને છે તે કંઈક અંશે સાચું દીસે છે. પણ જે ધર્મને અંકુશ વિજ્ઞાન ઉપર આવશે તે વિલાસિતા ઘટી, સાચી રસિકતા પ્રગટ થશે. માણસ સર્વથા રસહીન બની જાય તે માનવતાને આનંદ ઊડી જાય. વિજ્ઞાનના કારણે આજે તો માણસ સ્વાર્થી બન્ય લાગતો નથી ઊલટું સહકારિતા વધી છે. તેથી યંત્ર વડનું શોષણ અટકયું છે. એટલે વિજ્ઞાન સાથે સહકારી ધમને યોગ હોય તો વિજ્ઞાન શકના બદલે પિષક બને છે.
સંસ્કૃતિના તવોને જે વિજ્ઞાનની છાપ લાગેલી હોય તે તેનું ગૌરવ વધે છે. કારણ કે તે અંધવિશ્વાસ અને રૂઢિઓને ખુલ્લાં કરી સંસ્કૃતિના સડાને સાફ કરે છે. વિજ્ઞાનના કારણે આપણે પશ્ચિમના ગુલામ બન્યા છીએ એ પણ સત્ય નથી. સત્યનું ક્ષેત્ર વિશાળ છે, તે કેવળ ભારતમાં છે અને બીજે નથી, એવું નથી. વિજ્ઞાને જે અવનવાં સત્ય શોધ્યાં છે, તેને માન્ય કરવાથી કંઈ ગુલામ થવાતું નથી. જ્ઞાનને વિનિમય કરવો એ તે માનવજાતિ માટે ગૌરવરૂપ અને જ્ઞાનને વિસ્તૃત કરનારૂ સિદ્ધ થયું છે.
આજે વિજ્ઞાન-વિનાશના સાધનોનું નિર્માણ કરી રહ્યું છે, પણ તેનું કારણ રાજ્ય સંસ્થા કે રાજનીતિ છે. જે તેને અનુબંધ ધર્મ સાથે થઈ જાય તે લોકસંગઠને કે લેકસેવક સંગઠન દ્વારા આવા સંહારક સાધના પ્રયોગ અને ઉપયોગને અટકાવી શકાય. વિજ્ઞાન માનવીય સ્વતંત્રતાને નાશ કરે છે એમાં પણ રાજ્ય સંસ્થાની સરમુખત્યારશાહીને હાથ રહેલો હોય છે. જે તેની સાથે લેકશાહીને યોગ હોય તે તેમ નહીં થાય. ભારતમાં અણુવિજ્ઞાનની શોધ થઈ છે પણ માનવશાંતિ માટે તેને ઉપયોગ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com