Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૯૨
ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ પાસે છે જે “બૂમરેંગ” નામે આજે જાણીતા છે. આખું “રોકેટ” શાસ્ત્ર તેના ઉપર મંડાયું છે. વિજ્ઞાનને અહિંસક અને માનવતાને પુટ આપી નવી રીતે ચમકાવવાનું છે. તે માટે જોઈએ તે બલિદાન પણ આપવાં જોઈએ !”
શ્રી. સવિતાબહેન : “દિલ્હીમાં વિમાનના ઉદ્યનો અમે જોયાં. તેમાં તે ગલોટિયાં ખાય પછી પેશુટથી માણસો નીચે ઊતરે. આમાં એક જણની છત્રી ન ઉઘડી અને તે માર્યો ગયો. આમ હિંસાના પ્રયોગોમાં જે બલિદાન દેવાય છે તે અહિંસા માટે જરૂર પડે તેમાં શી નવાઈ છે ?
પૂ. નેમિમુનિ : “આપણે ત્યાં જૈનાગમમાં જીવ વિજ્ઞાન અંગે ઘણું આપ્યું છે અને તે દિશામાં ભારત જેમ અન્ય પ્રદેશોમાં પ્રયોગ થઈ રહ્યા છે. આપણે ત્યાં ધર્મને પાયો હેઈને કબૂતર, કુતરા, ઘેડા પાસેથી જે કામ લેવાતું તેમાં અહિંસા અને વાત્સલ્ય રહેતાં. સેવકનું કાર્ય, વણઝુરાના કુતરાનું કામ કે કબૂતરો પાસે સંદેશા મોકલવાનું કામ એ રીતે હતું. ત્યારે આજે વિજ્ઞાન આ બધા છો ઉપર પ્રયોગો કરે છે ત્યારે અહિંસા વાત્સલ્ય ન રહેતાં કેવળ બૂઠી લાગણુ વડે તેમના ઉપર થતી અસરોની આંકણી કરાય છે. આ અંગે સર્વ પ્રથમ તે આપણે પિતાની આળસ ખંખેરવી પડશે બધા વિજ્ઞાનનો તાળો આધ્યાત્મ વિજ્ઞાન સાથે આખા વિશ્વમાં મેળવવો પડશે.” - પૂ. સંતબાલજી : “બાપુજીએ આધ્યાત્મિક વિજ્ઞાન નીચે ભૌતિક વિજ્ઞાનને લઈ જવાને ઉચ્ચ માર્ગ ઉઘાડે મળે છે તેને જે સાધુસાધ્વી શિબિર ભાલ નળ કાંઠા પ્રયોગના સંદર્ભમાં આગળ લંબાવે તે એક અદ્દભૂત કાર્ય થઈ જાય. આપ સૌ આ અંગે વિચાર કરજે.
(૧–૧૦–૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com