Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૯૦
જ્ઞાન-વિજ્ઞાનમાં સાધનની જરૂર પડે છે. ઋષિ-મુનિઓએ ઘણું શોધ કરીને કહ્યું: “પિડે સે બ્રહ્માડે.” એમાંથી યોગ-વિજ્ઞાન ખેડાયું.
ભારત દા. ત. “યૌવન” સાચવી રાખવાનું અને આયુષ્ય લંબાવવાનું જ્ઞાન પહેલાંથી હાંસિલ કર્યું હતું. શંકરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્ય સોળસે વર્ષ જીવ્યાની વાત આવે છે. આજે પણ મંત્ર, જન્મ, યોગ અને ઔષધિ એ ચાર અવાંતર સિદ્ધિમાં ઔષધિની સિદ્ધિમાં ભારત આગળ દેખાય છે. આ તરફ તૈયામિક તેમજ વૈશેષિકોએ પ્રકૃતિ વિજ્ઞાનને વિષણુ પણ ઠીક ઠીક ચર્ચો તો છે જ; તેમ વેદાંત તેમજ સાંખ્ય અને ગા-દર્શને ચેતન-આત્માને વિષય ચર્ચા છે. ઔષધિ જ્ઞાનમાં પારાની અઢાર સરકારે ભસ્મ, ધાતુઓની ભસ્મ, તેમજ કાયા ક૫ના વૈજ્ઞાનિક સફળ પ્રયોગો થયા છે. પણ જડ વિજ્ઞાનની સિદ્ધિઓને દુરૂપયોગ થવા માંડે ત્યારે જૈન તત્વ જ્ઞાને “ભોમં આંતરિક્ષ વગેરે વિજ્ઞાન શીખવાની મનાઈ ફરમાવી છે.
અગાઉ વિજ્ઞાન હતું. મહાભારતમાં વર્ણન આવે છે કે દિવ્યચક્ષુ વડે સંજય હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને “આંખે દેખા હાલ” જેવું વર્ણન કરે છે. રામાયણમાં રામ “વિમાનમાં અયોધ્યા પાછા ફરે છે. આ બધી બાબતે સિદ્ધ કરે છે કે અગાઉ વિજ્ઞાન હતું; પણ તે કાળે વિજ્ઞાનને પાયો આધ્યાત્મ ન બની શકે. દુરૂપયોગ થશે અને તેનો ધીમે ધીમે નાશ થયો. આજે ફરી એ સમય આવી ગયા છે કે આધ્યાત્મિકતાનું વાહન ભૌતિક વિજ્ઞાન બને તે ભૌતિક વિજ્ઞાન ઘાતકના બદલે સાધક બનશે એમાં શંકા નથી. ગાંધીજીએ અહિંસા વડે દેશમાં અને દુનિયામાં જે પ્રભાવ બતાવ્યો છે તે ભૂમિકા આ મહાન કાર્યમાં ઉપયોગી થઈ પડશે.”
શ્રી બળવંતભાઈઃ “ભારતે કરેલી ભૂતકાળની ભૌતિક વિજ્ઞાનની સિદ્ધિઓને આવકારવી પડશે તેમ જ આધ્યાત્મના વ્યાપક તને લઇને આપણે ચાલવું પડશે. તેમ જ આધુનિક વિજ્ઞાનમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com