Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૩૪
આવું થાય તે ઘણું કામ થશે અને લોકોમાં શ્રદ્ધા વધશે.”
શ્રી સુંદરલાલ: “ગ્રેસ એક તાકાતવંત સંસ્થા છે અને તે તપ-ત્યાગ વડે ઘડાયેલી છે. જ્યારે રાજાજી જેવાને સ્વતંત્ર પક્ષ ક્ષણિક વિરોધ કે આવેશના પરિણામની ઉપજ છે. કોંગ્રેસ પાસે પ્રતિકાર શક્તિ છે. અને તેને સંસ્થા તરીકે ઘણીવાર જૂના સાથીઓ સામે જ્યારે તેઓ સામા પક્ષે ઊભા રહે છે ત્યારે તે શકિત વાપરવી પડે છે, તે છતાં ઘણી બાબતમાં અને દેશહિતની દષ્ટિએ તેજ એક સુદઢ પક્ષ છે. ઘણું લકે તેની ખાટી નિંદા કરે છે પણ તેથી મેંગ્રેસની શક્તિ ઘટતી નથી. આજે તેમાં તકવાદીઓ પ્રવેશી ગયા છે પણ તે એકવાર શુદ્ધ થઈને આવશે જે પ્રજા, ત્રજાસેવકો અને સાથે મળીને કામ ઉપાડશે તે. એમાં શંકા નથી.”,
શ્રી બળવંતભાઈ: “મને તે આ નામના રાજકીય વિરોધી પક્ષે એ ભારતની લોકશાહી માટે અનિષ્ટ જેવાં લાગે છે. કારણકે તેઓ કેવળ ઝેર-વેર વધારવા સિવાય કંઈ પણ કરતા નથી. પક્ષેની સત્તા માટેની અંદરોઅંદરની લડાઈ અને કરોડ રૂપિયાના ચૂંટણી ખર્ચાનું પાણી થાય તેના કરતાં પૂરક પ્રેરક બળને વિચાર થાય અને અંતે વિકેંદ્રિકરણ કોંગ્રેસનું લક્ષ રહે તે ઘણો ફાયદો થાય.”
(૨-૧૧-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com