Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૪૧
એ પ્રવાહ મુંબઈમાં પણ ચાલે છે. પૈસાને કેમ વેડફ એ વસ્તુ સવિશેષ પેદા થઈ છે. એક સેફાસેટ છે. તે જૂની ડિઝાઈનને છે. નવી ડિઝાઈન નીકળી તે તે ન ખરીદી લીધો. બે વરસમાં નવો રેડિયે ખરીદ્યો. આમ બદલાતી ડિઝાઇન અને મેડલો વચ્ચે આજનું જીવન વહી રહ્યું છે. અમેરિકા અને ઈગ્લાંડને એ વા ચાલે છે. ત્યાં એ સૂત્ર બની ગયું છે –
“વસ્તુઓ વાપરે! વાપરશો એટલે નવું આવશે.... પૈસા ખર્ચ કરતાં શીખે નવો ઉસે આવશે. તેનાથી જીવનધોરણ ઊંચું થશે. વધુ ખર્ચ અને વધુ સાધનો વસાવવાથી જીવનધોરણ ઊંચું જશે !” આ ત્યાંના અર્થશાસ્ત્રીઓને અવાજ છે. પાયાની પહેલી બેલ : ખોટું જીવનધોરણ!
આ આખી વસ્તુમાં પાયાની ભૂલ છે. પૈસે વાપરો પણ કયાં અને કેવી રીતે? તેને વિચાર કરવામાં આવતું નથી. જેથી વર્ગ દ્વેષ બંધ થાય અને શક્તિ વધે. એકવાર જે દેશોને પરાધીન રાખીને અમેરિકા અને બ્રિટને ચૂસવા માગતાં હતાં તે જ દેશોને ભારત વગેરેને કરોડ રૂપિયાની મદદ કરવા તેઓ શા માટે તૈયાર થયાં છે? તે એટલા માટે કે ભારત, પાકિસ્તાન અને આફ્રિકા જેવા અવિકસિત દેશોની ખરીદ ક્તિ ન તૂટી જાય. તે દેશે સદ્ધર હશે તો તેના બજારમાં માલ ખપી શકશે એવી તેમની દષ્ટિ છે.
આપણે ત્યાં ૫. જવાહરલાલજી નેહરૂ જેવા રાજનેતા હેવા છતાં આ પાયાની ભૂલ થઈ રહી છે. તેઓ પણ માને છે કે એથી ભારતનું છવરણ ઊંચું આવ્યું છે આ જીવન ધોરણ કયા વર્ગનું વધ્યું છે? કયા વર્ષની આવા વધી છે? અમુક વર્ગની આવક વધી એટલે આખા રાષ્ટ્રનું જીવનધોરણ વધતું નથી. હાથવણાટ અને હાથની કારીગરીવાળાને માલ કેટલો ખરી આંકડાઓ ઉપરથી આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com