Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૫૧
જગત ઉપર લાવી શકાશે નહીં. એટલે મારા નમ્ર મતે તે એક બાજુ ગામડાંમાં નીતિના પાયા ઉપર સંગઠને કરી તેમને આર્થિક-સામાજિક નીતિમાં સ્વાવલંબી બનાવી તેમને વિશ્વ સાથે જોડવા પડશે. છાપામાં હમણા જ આવ્યું છે કે “યુને ”ની આર્થિક, સામાજીક, નીતિની સંસ્થા “ યૂનેસ્કોમાં ભારતના પ્રતિનિધિ લેવાયા છે. જે મામસંગઠનની વ્યાપક અસર ઊભી થાય તો તેમાં ભારત વતી આવા નૈતિક ગ્રામસંગઠનના પ્રતિનિધિ શા માટે ન આવે? આજે તે રાજ્યને પ્રભાવ છે; તેથી ભારતના રાજ્ય પાસેથી–અત્યારે સત્તા ઉપર કોગ્રેસ હાઈ કેગ્રેસ પાસેથી–તેવો પ્રતિનિધિ મંગાય છે કે અનાયાસે તેને જવાની તક મળી છે.
આપણે પણ અનુબંધ વિચારધારામાં રહેલી સર્વાગી વિચારણાને એટલી હદે સ્વતંત્ર અને મુક્તપણે પ્રયોગ કરીને જગત લગી વહેતી મૂકવી પડશે, નહીંતર કોંગ્રેસ અને સર્વોદય વિચાર સાથેના જોડાણના લેભમાં તણાતા આ વિચારધારાની મૌલિકતા ખેઈ બેસવાનો ભય ઊભું થઈ જશે. આપણે તે વિશ્વના અર્થપ્રવાહને પણ ગ્રામ તરફ વાળવાનો છે. ગામડાંને પણ વિધલક્ષી દૃષ્ટિ આપવાની છે. કયાં કોનું કેરીકરણ અને કયાં કોનું વિકેન્દ્રીકરણ કરવું? એને વિવેક સૌમાં જગાડવાને છે. શેષણના સંસ્કારોને લેક-જીવનમાંથી હાંકી કાઢી બીજ ખાતર ઘસાવામાં જ સ્નેહ સાંપડે છે, તેવી નવ-સંરકૃતિ ભરવાની છે.
આ બધું કરવા માટે, માત્ર આર્થિક દષ્ટિએ જ વિચાર કરીએ તે યંત્રનું સહકારીકરણ પ્રામસંગનેના નૈતિક નેતૃત્વ નીચે કરવું પડશે. તે નેતૃત્વ ઉપર પણ વ્યાપક દષ્ટિવાળા સેવકનું આધ્યાત્મલક્ષી સંચાલન મકવું જોઈશે. આમ ત્રેવડી સાવધાની હશે તે જ આજની સહકારી પ્રવૃત્તિ ઉપર મૂડીવાદી કે સત્તાવાદીઓનું વર્ચસ્વ છે, ને દૂર થઈ શકશે. આથી જ બાલનળકાંઠાની સહકારી પ્રવૃત્તિમાં પ્રાયોગિક સંધના સંચાલન હેઠળ ચાલતાં નેતિક પ્રામસંગઠનેનું જે પ્રતિનિધિત્વ છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com