Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૫૩
પસ્તાય છે. અર્થતંત્રના પ્રવાહે યુગાનુરૂપ બદલે તે વખતે પ્રજાએ સમજીને માર્ગ કરી આપ જોઈએ; અને અર્થ પ્રવાહ માનવજાત ઉપર ચઢી ન બેસે, પણ તેને આધીન રહે તેવી સ્થિતિ સર્જવી જોઈએ. સહકારી ખેતી રાજ્ય સંચાલિત ન હોય પણ નૈતિક ગ્રામ સંગઠન સંચાલિત હોવી જોઈએ, તેમ જલદી થવું જોઈએ નહીંતર નાને ખેડુત નહીં ટકી શકે. બળદ, સાધન, ખાતર વગેરે મઝિયારાં હેય તે જ નાના ખેડુત ટકી શકશે. આ અંગે ધમને પુટ દરેક ક્ષેત્રે આપ જોઈશે. તેવી જ રીતે, નશે, વિલાસ કે ઝેરી પદાર્થોની ખેતીને બંધ કરી ધાન્યની ઉત્પત્તિ મુખ્યપણે થવી જોઈએ. જેમકે તમાકુ, ચા, કોફીનું વાવેતર કરી કરોડો રૂપિયા જાહેરાતમાં ખર્ચ નાખવા અને ખેતીની ઉપજને ઘટાડવી એ બધું કંઈ સારું નથી.
એટલે વિશ્વના અર્થ પ્રવાહમાં આટલી બધી ઝીણવટથી સમગ્ર રીતે વિચાર કરવો પડશે.
અર્થનીતિમાં (૧) લોકોની ખરી જરૂરિયાત, (૨) નફાની નહીં પણ લોકોની જરૂરિયાત, (૩) સંધરો નહીં પણ સહકારી વહેચણી, (૪) તિક સંગઠને વડે ઉત્પાદન વિનિમય અને ઘરાકીનું જોડાણ આ બધાં તો ઉમેરવાં પડશે, જેથી આખાયે વિશ્વની પરિસ્થિતિ બદલાઈ જાય અને માનવજાત જ નહીં વિશ્વના પ્રાણી માત્ર પણ સુખી સુખી થઈ જાય.”
શ્રી સુંદરલાલ : “ જેમ દારૂના પીઠાં કરનારને મેંઢ દૂધની વાત શોભે નહી તેમ જે શેષણ કરે છે તેમને મેટે ધર્મની વાત શોભશે નહી. એટલે જ કાંતિપ્રિય સાધુઓએ અર્થનીતિના પ્રવાહમાં બધા પાસાંને વિવો કરતું સીધું માર્ગદર્શન આપવું પડશે, આમ થશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com