Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૪૭
અર્થનીતિ મેં ખાદીથી શરૂ કરી છે. ખાદી મારા અર્થશાસ્ત્રનું પ્રતીક છે. તે અહિંસાની શક્તિ છે. આ ખાદી સર્વોદય અથવા તો અનુબંધ વિચારધારાને પાયો છે. ગાંધી અર્થનીતિ-સાચી અર્થનીતિ :
આજે મોટી મુશ્કેલી એ છે કે સ્વરાજ્ય આવ્યા બાદ રાજ્ય દયની ગાંધીજીની અર્થનીતિને સ્વીકાર કર્યો નથી. તેથી તે મુઝાય છે. તેણે પાશ્ચાત્ય અર્થનીતિને સ્વીકાર કર્યો છે અને તેથી ગૂંચમાંથી નીકળી શકે એમ દેખાતું નથી. રાજ્યના આયોજન સાથે ગ્રામોદ્યોગના કાર્યકર્તાઓ પણ ખેંચાઈ જાય છે ત્યારે મુશ્કેલી ઊભી થાય છે.
ખાદી એપેરિયમ સ્વાવલંબન અને બજાર વધારવા માટે ઊભું કરાયું છે પણ તેમાં સ્વાવલંબન સાથેની આજીવિકાનો પાયો કદાચ ભૂલી જવાય છે. પશ્ચિમના ચાલુ પ્રવાહને કારણે ખાદી કમીશન પિતાનું સર્વસ્વ તું જાય છે. તેથી અધતન અનુકૂળતાઓ અને પ્રવાહની સાથે સર્વોદય વિચાર કે અનુબંધ વિચારને નહીં ભૂલ જોઈએ. આ માટે પણ પૂ. મહારાજશ્રીની જનસંગઠને, જનસેવક સંગઠને અને સાધુ વર્ગનું માર્ગદર્શન બતાવે છે, તે અનિવાર્ય છે. સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક બળની ત્રિવેણી વિના અર્થશાસ્ત્ર સુધરશે નહીં. યંત્રવાદ સામે લાલબત્તી : - યંત્રના ઉપયોગ વિષે ભારતની સંસ્કૃતિની દષ્ટિએ વિચારતા લોકો શું કહે છે તે જોઇએ. ગાંધીજીએ યંત્રની મર્યાદા મૂકી છે. તેમણે સહકાર મંત્રને વિરોધ કર્યો છે; ગતિ ઉત્પાદક યંત્ર (વાહન વહેવાર)ને ઉપયાગ સ્વીકાર્યો છે અને સહાયકારી યંત્રની મર્યાદા બાંધી છે. આ મર્યાદા કઈ છે?
આ મર્યાદાની સ્પષ્ટતા પૂ. મહારાજશ્રી સંતબાલજીએ ઘણાં વર્ષો પહેલાં કરી હતી. આવા યત્ર સહાયકારી ધોરણે વસાવવાં જોઈએ. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com