Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૪૪
આ ભ્રાંત દષ્ટિ છે. ગાંધીજીએ ઉત્પાદનની પાછળ એ દષ્ટિ આપી હતી કે ઉત્પાદન કરી પણ સ્વાવલંબન માટે દેશમાં વપરાય તેટલી જ
ખાંડનું ઉત્પાદન કરે. હરીફાઈ કરવા કે મારકેટ મેળવવા માટે ખાંડનું , ઉત્પાદન ન કરે. તેની વિરૂદ્ધ આજ સાકર અને ખાંડના બજાર મેળવવા માટે જે કારખાનાં થયાં છે તેનો પ્રભાવ જતે દહાડે અનાજની ખેતી ઉપર પડ્યા વગર નહીં રહે.
નાઈલોનમાં દશ આના વળતર છે. તે ત્રીશ આને વાર વેચાય છે. એટલે વેપારીઓ વિદેશી નાયલેન મંગાવે છે. તેનું કારણ એ છે કે તેમને લાયસન્સના કારણે નફો મળે છે. પરમીટ આવે ત્યાં બારોબાર વેચી નાખવામાં આવે છે. તેની વિરુદ્ધમાં કૃત્રિમ રેશમ કે સુતરાઉ વસ્ત્ર બનાવે તે વાપરનારને સોંવા મળ્યાને લાભ થાય; બનાવનારને રજી મળે અને નાના વેપારીઓને રાહત મળે. તેમાં આ દેશના કાંતનાર–વણનારને માંડ ત્રણ આના વળતર મળે છે તે પણ ઉદ્યોગપતિઓને આપવું પિલાતું નથી. જે વધારાની માંગણું થાય તે રાષ્ટ્રપિતાના સન્માનને નેવે મૂકીને એ લોકો કહેશે કે “લે, આ ગાંધીવાળા ફાટી નીકળ્યા છે.” પણ આ લોકો સ્વાર્થ વશ નાયલેન પાછળ દશ આના વળતર આપે છે. જ્યારે સાચા નાના વેપાર ઉપર કેનું ધ્યાન ચોંટતું નથી.
જાપાન દેશ ઉદ્યોગધંધામાં બેઠો કેમ થ? ત્યાં ઘરે ઘરે નાનાં યંત્ર વડે ગૃહઉદ્યોગે ચાલે છે. સરકાર તે માલ ખરીદી લે છે. એટલે ત્યાં બજારની ચિંતા નથી. ત્યાં મજુરી સોંઘી છે, વસ્તુ સેવી છે, માલના ભાવ પણ નીચા છે. લોકોનું મધ્યમ જીવનનું ધોરણ છે. તે છતાં લોકો સુખી છે. ગરીબાઈનું ત્યાં દુઃખ નથી. જ્યારે ભારતમાં એ વિષમતા ઘણી વધારે છે. જર્મની પણ ઉદ્યોગ-ધંધા વડે બેઠું થયું. પણ અર્થનીતિ એવી હોવી જોઈએ કે જે દિવસે બજાર ન મળે તે દિવસે પણ દેશ પગ ઉપર ઊભેલો હોવો જોઈએ. બીજા દેશોના બજાર ઉપર ઊભા રહેવું તે હંમેશનું જોખમ છે. દા. ત. આપણુ દેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com