Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
- વધ્યાને આભાસ થાય છે. પણ સામાન્ય વર્ગને તે એ જ રીતે માંડ
માંડ પૂરું થાય છે. યંત્રવાળાની આવક વધે છે પણ શ્રમિકોનું કઈ વિચારતું નથી. શહેરના ઉદ્યોગોનો વિકાસ થયો છે પણ પાંચ લાખ ગામડાનાં લેકોની આવક કેમ વધે એ તરફ કયાં જોવાય છે? સાચો પ્રગ:
આમ જનતા ખડતલ અને બળવાન શરીરવાળી, સ્વાવલંબી હશે : તે જ જીવનધોરણ ઊંચું ગયું ગણાશે. ગાંધીજીના વિચારોથી ઉછરેલી
સર્વોદય વિચારધારા અને અનુબંધ વિચારધારા આજે એવા જ પ્રયોગો કરી રહી છે. તે મન પ્રસન્ન રહેનાર સ્વાવલંબી, નિર્ભય અને પિતાના પગે ઊભે રહેનાર સમાજ રચવાને પ્રયોગ કરી રહી છે.
વિલાસ કે સુંવાળા૫ણને આળ પંપાળી જીવનધોરણ વધારવા કરતાં સંયમ અને સાદાઈથી જીવીને જીવનધોરણ વધારવાની વાત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે. ગાંધીજીએ આ ખોટા જીવનધોરણને પાયાથી બદલવા માટે કેટલાંક સૂચને કરેલાં.
તેમનું પહેલું સૂચન એ હતું કે આખી અર્થનીતિ પાયાથી બદલવી જોઈએ. તેમણે કહ્યું કે “ગમે તે વરતુનું નફા માટે ઉત્પાદન કરવું” એ સૂત્ર બદલવું પડશે. ઉત્પાદન ઉપગ માટે હેય, નફા માટે ન હોય એ સૂત્ર લેવું જોઈએ. ગાંધીજીની એ વાત ભુલાઈ છે અને પાશ્ચાત્ય અર્થનીતિના પ્રવાહમાં ભારત પણ તણાઈ રહ્યું છે. જો કે એમાં પરિસ્થિતિને દોષ મુખ્યપણે છે.
હમણું જ એક ભાઈ મળ્યા હતા. તે કહેતા હતા કે એક લાખનો મૂડી છે અને ૪ લાખ બીજા ભાઈ રોકશે. એમ ૫ લાખ ખચીને લિપસ્ટિક અને ટોયલેટનું કારખાનું ઊભું કરવું છે. એમાં નફે ખૂબ રહેશે! જરૂરી-બિનજરૂરી એ કાંઈ જેવું જ નહીં. માત્ર નફાની દષ્ટિએ કામ કરવાનું છે. તો નફા માટે માલ બનાવો, તેને પ્રચાર કરે અને
ખોટ પ્રોપેગડા, ખોટાં સૂત્રે વડે કરે. “લિપસ્ટીક હોઠોના દરદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com