Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૦૮
ઉપર કબજો કર્યો. ત્યાં હજુ પણ કુળ-પદ્ધતિ ચાલુ હોઈને, જો કે એ રાજ્યને સ્વતંત્રતા આપવામાં આવી પણ, વિદેશીઓના ચડાવેથી લુમ્બા, બાલુબા વગેરે જાતિઓ (કુળો ) આપસમાં લડવા લાગી. આફ્રિકાના લોકોનું વલણ જાતિ-કુળથી આગળ વધ્યું નહીં. આફ્રિકામાં રાજયનીતિ કુટુંબ પદ્ધતિ સુધી રહી, ક્યાંક આપખુદ રાજાની સ્થિતિ સુધી તેઓ પહેચા.
ઈગ્લાંડમાં આ આપખુદ રાજાઓની સ્થિતિમાંથી નીકળવા માટે એમ કરાવવામાં આવ્યું કે તેમના ઉપર અંકુશ હેવો જોઈએ. તેથી ત્યાં પ્રતિનિધિ-પ્રથા દાખલ થઈ. ધર્મગુરુઓ પણ જાગ્યા. તેથી શરૂઆતમાં ધર્મગુરુઓ અને તાલુકાદારો મળીને રાજ્યવહીવટ ચલાવતા. ઈગ્લાંડમાં લેકશાહી રાજા અને તાલુકદાર દ્વારા ચાલતી, ધર્મગુરુઓ વચમાં પ્રતિનિધિ રૂપે રહેતા. સામતે અને તેમના સંતાને-Lordsનું ત્યાં વર્ચસ્વ હતુ. ફાંસમાં તે તેથીયે બમણું વર્ચસ્વ ચાલતું હતું. ધર્મગુરુઓ ઠીક પડે તે રીતે મોજશેખમાં પડ્યા. તાલુકાદારે રૈયતને ત્રાસ આપવા લાગ્યા. રાજવંશ પણ વૈભવ-વિલાસમાં ગર્ભ રહેવા લાગ્યા. એ વ્યવસ્થાને સમ્રાટ શાહી ” (Monarchy) કહેવામાં આવે છે.
ધીમે ધીમે આ વ્યવસ્થાએ પલટો ખાધે. કલીગાક વ્યવસ્થા ઊભી થઈ. આ બીજી શ્રેણિનો વિકાસ થયો. થોડાંક સ્થાપિત હિતવાળાનું વર્ચસ્વ સ્થપાયું. યંત્રોદ્યોગોને લીધે શ્રીમંતો વધ્યા; વેપારી વર્ગ પણ આગળ આવ્યા. એમને થયું કે અમને પણ રાજ્યમાં સ્થાન મળવું જોઈએ. જેથી અમને લાઇસેંસ, પરવાના અને અનુકૂળતાઓ મળે. પણ આની ચાવી ધર્મગુરુઓને હાથમાં હતી. એટલે તેઓ ધર્મગુરુઓને મળ્યા. ભેટો-નજરાણું આપ્યાં. તેમને મંજુરી મળી અને તેમણે અણુવિકસિત દેશોને તાબે કરી ત્યાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું. અહીં વેપારીઓ પ્રમુખ હતા એટલે રાજ્ય ઉપર મોટાભાગે તેમને કજો રહ્યો. ત્યારબાદ નવી હિલચાલથી આમ જનતાનું પ્રતિનિધિવાળું રાજય બન્યું. પણ આમજનતા એટલે વેપારી લોકો જ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com