Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૨૪
પસંદગી કરવાની હોય તે કોંગ્રેસને જ પસંદ કરવી જોઈએ. આ અંગે જરા વિસ્તૃત ખુલાસો કરીએ.
જ્યારે ભારતમાં અંગ્રેજી શાસન હતું ત્યારે તેમણે બંગાળના બે ભાગ ર્યા (આગળ જતાં એ ભાગલામાં એક ભાગ સ્વરાજ્ય પછી પાકિસ્તાનને ગયો ત્યારે તેની વિરૂદ્ધ બંગાળીઓએ બંગભંગ આંદોલનના શરૂ કર્યું તે વખતે બંગાળમાં રાજા રામ મોહનરાયે સર્વપ્રથમ રવરાજાને નાદ કાઢયો. દાદાભાઈ નવરોજીએ એમાં સાદ પુરા. અંગ્રેજોએ કુટનીતિ વાપરી અને હિંદુ-મુસ્લીમ લીગની સ્થાપનાને ઉત્તેજન આપ્યું. એવી જ રીતે તેમણે હિંદુઓને પણ અલગ ચડાવ્યા. હિંદુમહાસભાની સ્થાપના થઈ હિંદુ-મુસ્લીમોએ એક બીજાને દ્વેષની નજરે જેવું શરૂ કર્યું અને તેમાંથી કોમી રમખાણો શરૂ થયા. આ તરફ જાગીરદારોને તેમની હકક સલામતી કાયમ કરી પ્રજાને કચડવા માટે ઉત્તેજન આપ્યું અને રાજાઓનું નરેંદ્ર મંડળ સ્થાપ્યું. પ્રજાના દમનને કાર્યક્રમ રચાયે.
અંગ્રેજોની ફાટફૂટની (Devide & Rule) નીતિ કેટલી ઊંડી હતી તેને ખ્યાલ એનાથી આવશે કે તેમણે મેગલ, પેશવાઓ અને શીખોને કદિ મળવા ન દીધા. મુસલમાનમાં મેગલાઈ ગયાને રેષ હત; પેશવાઓમાં શિવાઈ લાવવાની ઝંખના હતી અને શીખ રાજા રણજીતસિંહે પંજાબની સરહદ કાશ્મીર સુધી વધારી લીધી હતી. આ ત્રણે ભેગા ન મળે તે રાષ્ટ્રીય બળ કાયમ ન થાય. અંગ્રેજોએ ત્રણેને અલગ રાખવાની ચાલ રચી તેને કોઈ ન સમજી શક્યું. તેણે મુસ્લિમોને પંજાબ, દિલ્હી, સિંધ, બંગાળ, યૂ.પી.માં ઊભા કર્યા. તેથી મૌલવીઓએ મુસ્લિમ-રાજ્યને નારો ગજવ્યો અને અલાહ–હે–અકબર કરીને તેમણે મુસ્લિમોને એ રાજ્ય હાથવેંતમાં છે તેમ દેખાડયું. આ મુસલમાનના વધતા જોશે પંજાબમાં શીખ હિંદુઓને ભડકાવ્યા અને મહારાષ્ટ્રમાં હિંદુઓ ને હિંદુ મહાસભામાંથી રાષ્ટ્રિય સ્વયંસેવક દળ ઊભું થયું. તેમણે હિંદુ રાજ્યને નાર ગૂંજવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com