Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૫
આ પ્રકારે વિશ્વનાં પ્રમુખ રાષ્ટ્રોના ચાર જૂથ છે. ૫. જવાહરલાલજી આ બધાં રાષ્ટ્રકથાથી ભારતને તટસ્થ રાખવા માગે છે. તેવા પ્રયત્નો કરી રહ્યા છે. રશિયા કે અમેરિકાના જૂથ તરફ ભારત ન ખેંચાઈ જાય તે માટે મકકમ છે પણ આફ્રિકાના બીજા ઉગતા રાષ્ટ્રોને તેમજ મુસ્લિમ રાષ્ટ્રને જવાહરલાલજની તટસ્થ નીતિની વાત ગળે ઉતરવી હજી અધૂરી છે. આ સક્રિય તટસ્થ બળ ઊભું થતું બળ છે. ઘડાતુ બળ છે. કેટલું ઘડાશે એ સવાલ છે?
આજે વિશ્વના રાજનીતિના પ્રવાહમાં (૧) કલ્યાણરાજવાળું મૂડીપ્રધાન લેકશાહી, (૨) સામ્યવાદી રાજ્ય, (૩) આપખુદી ઇસ્લામી રાજ, (૪) ભારતનું સક્રિય તટસ્થ બળ. એ આપણી સામે છે. આખા વિશ્વને તટસ્થ નીતિ તરફ વળાંક આપવો હોય તે શી રીતે આપ. એ વિષે આપણે ઊંડાણથી વિચારવું પડશે.
ચર્ચા-વિચારણ શ્રી પુંજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ભારતમાં જે રાજકીય પક્ષો અને પ્રવાહે છે તેમાં સ્વરાજ્ય પહેલાં અને બાદમાં કોંગ્રેસ જ સર્વોપરિ રહી છે. ૫. જવાહરની રાહબરી નીચે ભારતે અપનાવેલી તટસ્થ નીતિ એક સક્રિય બળ છે તેણે ન આદર્શ રજૂ કર્યો છે અને વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી પાછળ ધકેલ્યું છે.
ત્યારે આપણા પાડોશી પાકિસ્તાનની લશ્કરી સરમુખત્યારશાહીને જોઈએ કે ત્યાં અમેરિકાની લશ્કરી અને યાંત્રિક સહાયતા મળવા છતાં ત્યાં લોક્શાહી આવી નથી. ભવિષે આવશે કે કેમ તે કોયડે છે. લેકશાહીની હિમાયત કરનાર ખાન અબ્દુલગફાર ખાનને જેલના સળિયા પાછળ યાતના સહેવી પડે છે. અયુબખાન પિતાની સત્તા, ટકાવવા માટે પ્રયત્ન કરે છે.
આ બધું તો આપણું તટસ્થ બળ થાતું બળ છે. આપણે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com