Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૧૦
રાષ્ટ્રોન વડે ગણાય છે. આવું શાસન પાકિસ્તાન, બર્મા વગેરે દેશોમાં જોવામાં આવે છે.
સારામાં સારૂં તંત્ર આજના યુગ પ્રમાણે સંસદીય સમવાયી લોકશાહી તંત્ર છે. ભારતમાં તે તંત્ર છે પણ તે હજુ ઊગતું તંત્ર છે. લોકશાહી શબ્દ માટે અંગ્રેજી શબ્દ બે ગ્રીક શબ્દોને મળીને બન્યો છે. ડેમો = લોકો, અને ક્રેટિક = સત્તા = લોકોની સત્તા તે લેકશાહી છે. લોકશાહીની વ્યાખ્યા અબ્રાહ્મમલિકને સર્વ પ્રથમ આપી કે લોકોએ ચૂંટેલી, લોકોની બનેલી લોકો માટેની સરકાર તે લોકશાહી છે તે પદ્ધતિ આજે આદરપાત્ર બની છે. કારણ કે તેમાં સ્વતંત્રતા, સમાનતા વગેરે ઉચ્ચ ગુણે છે, પ્રજાના અવાજને માન આપવાનું છે. બળને ઓછામાં ઓછો ઉપયોગ અને સમજણને વધુમાં વધુ ઉપયોગ થવાનું શક્ય બને છે. પણ તેને ડર એ પણ છે કે સરકાર ઉડાઉ અને અસ્થિર પણ બને; મૂડીવાદ તેને ખરીદી પણ શકે તે માટે લોકશાહી માટે પ્રજાને કેળવવી જોઈએ અને સત્તાના બદલે ગુણ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. જ્યાં એમ થતું નથી ત્યાં પક્ષીય સરમુખત્યારશાહી આવે છે કે જૂથબાજીનું બળ વધે છે અને જ્યની સત્તા જાળવવા માટે અશુદ્ધ સાધનોને આધાર લેવાને કે વિશાળ સત્તાનો દુરૂપયોગ થવાનો ભય રહે છે.
સરમુખત્યારશાહીમાં ગમે તેટલા ફાયદા ગણાવાય તેયે તે ઘણું પાત્ર છે કારણકે તેમાં પ્રજાનો અવાજ હેતું નથી. તેથી ઈટલીને ફેસિઝમ, જર્મનીનું નાઝિઝમ કે રશિયા તેમજ ચીનને જગતને અને તે દેશની પ્રજાને પણ કડવો અનુભવ છેજ. તેમાં છેલ્લે લશ્કરી સરમુખત્યારશાહી તે બંદુકની અણીએ જીવવા જેવું છે. તે જીવનને કંઈ અર્થ નથી.
હવે લોકશાહીનાં દૂષણો કઈ રીતે દૂર થાય તે અંગે ભારતે વિચાર કરવાનો છે. ભારતની સક્રિય તટસ્થ નીતિ વિશ્વમાં વખણાઈ છે. વિરોધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com