Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૯
લોકશાહીને અનોખી ગણવામાં આવે છે. સમવાય તંત્રમાં કેંદ્ર અને સત્તાની વહેંચણી થાય છે અને બંધારણના ઝઘડાઓને નિકાલ કરવા માટે વરિ અદાલત હોય છે.
(૪) રાજાશાહી : કેટલાક દેશમાં રાજાનેજ શ્રેષ્ઠ માનીને શાસન ચલાવવાની પદ્ધતિ છે તે રાજાશાહી . એમાં ક્યાંક રાજાને પુષ્કળ સત્તા છે અને કયાંક મર્યાદિત છે. રાજાશાહી મોટે ભાગે વંશપરંપરાગત હેય છે. રાજાશાહીની અમર્યાદિત સત્તાને હવે લોપ થઈ રહ્યો છે અને જાગૃત પ્રજા આગળ ઘણી વાર રાજાને ભાગવું પડે છે એના ઘણા દાખલાઓ હમણાં જોવા મળે છે.
મર્યાદિત રાજસત્તામાં બંધારણ અને કાયદા વડે રાજાની સત્તા નામની હોય છે અને બંધારણીય વડા જેવું તેનું સ્થાન રહે છે તે માટે શ હેય છે. ખરી સત્તા સંસદ કે ધારાસભા ભોગવતી હોય છે ઈગ્લાંડ, નેવે અને બેટજીયમમાં આ પદ્ધતિ હતી. ભારતમાં રાજાશાહી રહી નથી. અહીંના રાજાઓએ સ્વેચ્છાએ પોતાના રાજ્ય છોડી દીધાં હેબને રાજાશાહીને અહીં અંત આવ્યો છે. આ અગાઉ તેઓ અમર્યાદિત સત્તા ભોગવતા અને હજ પણ નેપાળ, ભૂતાન, ઈરાન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં રાજાની અમર્યાદિત સત્તા ચાલુ છે.
(૫) એકતંત્રી સરકાર : આખા દેશનું રાજ્યતંત્ર ચલાવનાર કેદ્રની એકહથ્થુ સરકારનું શાસન આમાં આવે છે. આમાં ઘણું નાનાં નાનાં દેશોને આફ્રિકા અને એશિયાવાળાને સમાવેશ થાય છે. તેમજ રશિયા ચીન વગેરે સામ્યવાદી દેશોને સમાવેશ પણ થાય છે.
(૬) લકરી સરમુખત્યારશાહી : ધારાસભા કે રાજાને ઉથલાવી પાડી જ્યાં લશ્કર સત્તા હાથે કરે છે અને રાજ્ય ચલાવે છે તેને લશરી સરમુખત્યારશાહી કહેવામાં આવે છે. એમાં લશકરનો વડો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com