Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૭
ઉપયોગ કરતાં આવડે એ જ ઉત્તમ છે. તે માટે ક્રાંતિ પ્રિય સાધુસાધ્વીઓએ આગળ આવવું જોઈએ અને ટુંકમાં પ્રજઘડતર, રાજ્યઘડતર, લોકસેવક ઘડતર, સ્ત્રી ઘડતર વગેરે કાર્યો અને પ્રેરણા તેમણે આપવી જોઈએ.
શ્રી બળવંતભાઈ : “ભારતની રાજ્ય પદ્ધતિને વિચાર કરવાથી દુનિયાની રાજ્યપદ્ધતિનો ખ્યાલ આવી જશે. અહીં માનવસમાજનું વિજ્ઞાન એ રીતે ખેડાયું છે કે લોકજીવનમાં આધ્યાત્મને વણી લેવામાં આવ્યું છે. રામયુગ અને કૃષ્ણયુગમાં વનવાસીઓ ગામડાઓને સીધો પરિચય હતો. બુદ્ધ-મહાવીરના મધ્યકાળમાં અહીં ત્રણ પદ્ધતિ હતી. રાજય ઉપર સાધુ-બ્રાહ્મણનું નૈતિક નિયમન હતું. તે ઊઠી જતાં આજે લોકશાહી રાજ્ય હોવા છતાં ઋણ, થાપણ, અત્યાચાર, ગોલમાલ, ઝઘડા, બળાત્કાર, વ્યભિચાર, ચોરી, લૂંટ, ખૂન વગેરે અઢાર પ્રકારનાં દુષણો ફેલાયાં છે. નૈતિક અંકુશના અભાવે ભારતમાં સત્તાને મદ અને આપસની લડાઈઓના કારણે વિદેશીઓ ફાવી ગયા. તેમણે આપણને જે ગુલામ મનેત્તિ આપી તેમાંથી ગાંધીજીએ સત્યઅહિસાને રાજકીય ક્ષેત્રે પુટ આપી જે કાંતિ કરાવી તે અદ્ભુત હતી. ત્યારબાદ તેમના પ્રભાવમાં રહીને નેહરૂજીએ લોકશાહીના તટસ્થ બળને અનોખી ઢબે વિકાસ કર્યો. તે આજના વિશ્વ માટે આશાસ્થળ છે. એવી જ રીતે યુને અને યુનેસ્કો બન્ને સંસ્થાઓ પણ આ શાસ્થળ છે.
તે સિવાય બાકીનું વિશ્વનું બીજું ચિત્ર નિરાશાસ્પદ છે. મેટાં રાષ્ટ્રો ભયંકર શસ્ત્રોનું નિર્માણ કરે છે. નાના રાષ્ટ્રો તેની આયાન કરીને કે લશ્કરી જુથમાં ભળીને પોતાને સુરક્ષિત સમજે છે. પરિણામ એ આવ્યું છે કે શસ્ત્રોવાળાં પણ બીએ છે અને શસ્ત્ર વગરના પણ કરે છે. તેની વચ્ચે તટસ્થ સક્રિય બળજ સુખની આશા જન્માવે છે. તેને નૈતિક રીતે લડવું પડશે અને તેમાં પ્રજાને પૂરેપૂરો સાથે મેળવો
પડશે તે તે બળ જગતને સાચે માર્ગ ચીંધી કરો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com