Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૩
માકસને લાગ્યું કે “આ બધું તૂત ધર્મગુરુઓએ ઊભું કરેલું છે. ભૂખ્યા ગરીબને બીજે રવાડે ચડાવી દેવાની આ રમત છે. આ બધું દંભ છે અને ઘેલછા છે.” તેને ધર્મગુરુઓની આવી સ્વાથ ખોટી રમત ઉપર ચીડ ચડી. તેણે તેમને ઉઘાડા પાડવા શરૂ કર્યા અને ધર્મને પણ તેની સાથે સાંકળી લઈને કહ્યું : “ધર્મ પણ એક પ્રકારને નશો છે– Religion is an opium” “ધર્મ અફીણુ” છે. ધર્મગુરુઓ તે ધર્મના અફીણના કેફમાં લે કોને, સ્વર્ગ–સુખની બેટી કલ્પનાના તરંગમાં નચાવે છે.
માકર્સે ધર્મગુરુઓ સાથે ધર્મને પણ માનવું-મનાવવું મૂકી દીધું. તેણે ધર્મનું આ એક જ પાસું જોયું. બધાં પાસાં ન જોયાં. એમાંથી કાર્લ માકર્સે નકકી કર્યું કે “આટલા બધા શ્રીમંતોને શ્રીમંત બનાવનાર તે શ્રમજીવીઓ જ છે. જે તેઓ ભેગા થઈને તેમના મજુર-પ્રતિનિધિને મત આપશે તો રાજ્યમાં તેમની બહુમતિ આવી શકશે. તેથી બીમ તેનું વર્ચસ્વ દર થશે. આને તેણે નામ આપ્યું લોકશાહી-સમાજવાદ.”
તેણે બીજા પણ કેટલાક પ્રયને એ દિશામાં કર્યા. ગરીબ માણસે બુદ્ધિજીવીના ભાષણથી અંજાઈ ન જાય, પૈસાથી ન લલચાઈ જાય કે ભયથી પામર ન બની જાય. અને તેમની અસંગઠિત શક્તિને દુરૂપયોગ ન થાય તે માટે એ ગરીબોનાં સંગઠન રચીને શ્રીમંતની વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કર્યું.
તે ઉપરાંત કેટલાંક રાજે લશ્કરી સરમુખત્યારશાહીવાળાં છે. આમાં એક જૂથ તરીકે પાકિસ્તાનને ગણાવી શકાય. અમેરિકા અને મદદ આપીને કાબુમાં રાખે છે કે કદાચ ભવિષ્યમાં સામ્યવાદ સામે લડવું હોય તે તે સાથ આપે.
આવું બીજું ગ્રુપ અરબસ્તાન, સુદાન, ઈરાક, ઈરાન વ. દેશનું છે. જે એક હિન્દુ સમ્રાટ શાહીવાળું છે. આ બધા દેશો અણુવિકસિત છે અને તે દેશની પ્રજા મોટા ભાગે મુસ્લિમ છે જેમાં સ્વાભાવિક રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com