Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૨
(બુદ્ધિથી જીવનારા) વર્ગને દેષ છે. આ મસ્ય–ન્યાય છે. મોટાં માછલાં નાનાંને ગળી જાય તેમ બુદ્ધિજીવી કે ધર્મઝનૂનજીવી લકે નાના ગણાતા શ્રમિક વર્ગને ભાગ ખાઈ જાય છે અને તેમના અન્યાયને ભગવાનની મહેર મારીને યોગ્ય ઠરાવે છે.
તેણે એ પણ વિચાર્યું કે “આ વ્યવસ્થાને પણ દેષ છે. જે બિચારા મજૂરે સાધનોને પેદા કરે છે, તેઓ જ સાધન વગર ટળવળે છે! આને કહેવાય તે - લેકશાહી – છે પણ એમાં બધે ય બળવાન લકનું, શ્રીમંતોનું, ધર્મગુરુઓનું વર્ચસ્વ છે. પ્રતિનિધિ ૫ણ શ્રીમંત લોકો છે. છાપાં પણ શ્રીમતેના હાથમાં છે. મને પણ તેમના હાથમાં છે; ગરીબો અને શ્રમિકોને એમાં અવાજ નથી. તેથી આ નામની લોકશાહી છે; પણ ખરી લેકશાહી નથી; લોકશાહીને આભાસ છે. આ લોકશાહી સામતવાદી તંત્રના બદલે વેપારી વર્ગનું મૂડીવાદી તંત્ર છે. તેમણે ધર્મગુરુઓને ભેટ આપીને વશમાં કર્યા છે. ધર્મગુરુઓ આ પીડિત અને શેષિત પ્રજાને આંખે ઉધાં ચશ્મા પહેરાવે છે. આ જન્મમાં આટલા પૈસા ધર્મના નામે ખર્ચો, અમને આપો એટલે આવતા જન્મમાં સ્વર્ગ-સુખ બધું મળવાનું તેની હુંડી (કે ચિઠ્ઠી) અત્યારથી લખી આપીએ છીએ. આ જન્મનાં પાપ પૈસાથી ધોવાઈ જશે !”
આપણે ત્યાં પણ ધર્મગુરુઓ પલકની વાતો કરે છે કે આ જન્મમાં આટલા ઉપવાસ, સામાયિક તપ વગેરે કરશે તે જમા થઈ જશે. તેનું ફળ આ જન્મમાં મળે તેની વાત નહીં કરવી, પણ પરલોકમાં એનું સારું ફળ મળશે, દેવ થશે, સ્વર્ગ મળશે અને દેવાંગના સાથે સુખ ભોગવશે.” એવી જ રીતે ત્યાંના ધર્મગુરુઓએ પણુ ગરીબોને કહ્યું કે “આ ભવમાં કંઈ માંગશો નહીં, આ જન્મની વાત ઉપર ધ્યાન આપશે નહી, કેાઇની દેલત અંગે તૃણું કરશે નહીં. આ જન્મમાં કોઈના તરફ જશે નહી. આવતા જન્મમાં તમને વધારે સારું ફળ મળશે અને તમે ચકરાવામાં ન પડતા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com