Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૦૦
કરવાથી મજૂરોનું રાજ્ય આવશે.” એ લોકો મજૂર કાયમ લડયા કરે તે માટે અસંતોષ અને દ્વેષનાં દરેક કારણો અને પ્રસંગે, સામ્યવાદીઓ ગતતા ફરે છે. મજુરોને તેઓ કહે છે કે “એમાં કંઈ ખાવાનું નથી. આવતી કાલ આપણી છે. આવતી કાલે વિશ્વમાં કિસાન-મજૂર રાજ્ય સ્થપાઈ જશે. જેમ ધર્મ સત્તા, ધર્માનુયાયીઓએ ગુરુને સોંપી દીધી છે તેમ આ મજૂરોએ પણ પોતાની બધી સત્તા મજૂર નેતાઓને સેંપી છે કે તેઓ કરે એ ખરું; કારણકે તેઓજ અમારું આ જીવન સુખમય બને તે અંગે કાર્ય કરે છે. ધર્મગુરુઓએ જેમ પરલોકના સુખની કલ્પના આપી તેમ મજૂર-નેતાઓએ આ લેકના ભાવિન–વિશ્વ મજૂર-કિસાન-રાજ્યની કલ્પના તેમને આપી દીધી છે. તેમણે આ જન્મમાં જ શ્રીમતિના અત્યાચારની નરક-ઝખનાં ચિત્ર ઊભાં કર્યા છે અને વિશ્વરાજ્યના મનોરથપૂર્ણ સ્વર્ગને દેખાયું છે.
એટલે સામ્યવાદમાંથી મજુર-સરમુખત્યાર શાહીને વિકાસ થયો. તેથી લેનિન, સ્ટાલિન કે મુવ કહે તે સાચું. તેમની હામાં હા અને નામાં ના તેમણે કહી. આ મજુર સરમુખત્યાર અંતે તે સરમુખત્યાર હતા. જે કોઈ ના પાડે તો શૂટ કરી નાખે. ૫૦૦ કે ૧૦૦૦ માણસોને એકી સાથે કતલ કરી નાખતાં વાર ન લાગે. આ ભયના કારણે લગભગ ચીન અને રશિયામાં ૯૮ ટકા સામ્યવાદી દળને અને હું ટકા માંડ બીજાને મત મળે. અને તેના ઉપર છાપ લાગે મત–સ્વાતંત્ર્યની ધર્મ કહે કે “બાઈબલ” સાચું તેમ આ લોકો કહે કે માકનું “કેપિટલ” એજ સાચું બને ઝનનું ઉપર ઊભાં છે અને તેમાંથી સામ્યવાદ આવ્યો.
આ ઉપરાંત દુનિયામાં એક બીજી રાજ્યપદ્ધતિ ચાલી. તે છે Walfar state કલ્યાણરાજ કેટલાક લોકો જૂના વિચારના છે. તેઓ જરા જુદી રીતે વિચારે છે કે દેશમાં સંપત્તિ વધારવી હોય તો આટલા બધા પ્રતિબંધ શા માટે; માણસ ઉપર લગાડવા જોઈએ ? માણસ પાસે વ્યકિતગત મૂડી રહે તે વ્યક્તિને મારાપણું લાગે અને તે મુક્તપણે વેપાર કરી શકે; ખૂબ કમાવી શકે. રાષ્ટ્ર એના વેપાર ઉપર એટલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com