Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
અને પિષણ મેળવવાની વાત ઝાડ જેવા સ્થૂળ રીતે જોતાં, હલનચલન ન કરતાં (જૈન ધર્મ પ્રમાણે એકેન્દ્રિય) જીવોમાં જોવામાં આવે છે. હવે તે જગદીશચંદ્ર બોઝે તેમનાં કર્મો અને બદલાતાં સંવેદનોને સાક્ષાત્કાર વૈજ્ઞાનિક પ્રયોગ વડે કરાવ્યું છે એટલે એ સ્પષ્ટ જ છે.
(૨) જીવ શી રીતે આવ્યા એજ રીતે બીજી વાત છવ કેમ આવ્યા?
વૈદિક શાસ્ત્રોમાં આવે છે કે હિરણ્યગર્ભ બિંદુ તરીકે જ અને “એકઠું બહુસ્યામ્ ” એ ઈચ્છાને લીધે એકમાંથી અનેક રૂપે થયો. પ્રથમ કંપન થયું; સ્પર્શ થયા અને સાગરમાંથી એ પેદા થયો. પ્રથમ અવ્યક્ત હતું તે બ્રહ્મ સંયોગો મેળવી વ્યક્ત થયું. પાંચ મહાભૂત પાંચ તન્માત્રા, પાંચ કર્મેન્દ્રિો અને પાંચ જ્ઞાનેન્દ્રિય ત્યાં લગી વિજ્ઞાન સાથે એને તાળે મળે છે. કારણ કે વિજ્ઞાની પણ પૃથ્વીના “બેકટેરિયા ” જીવની પાછળ વાઈરસ જીવોને સ્વીકાર કરે છે. જે જીવ કાયાવાળાં હેવાં છતાં દેખાતાં નથી, અનુભવાય છે. જેનો સમૂહ જ દેખાય છે અને ન દેખાતું પણ અનુભવાય તે છે જ. વૈદિક ધર્મ કરતાં જેને તત્ત્વજ્ઞાન પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિને સજીવપિંડ સ્વીકારે છે. તે પૂરતી જૈનેની અનોખી વિશેષતા છે.
અહીં એક મોટો પ્રશ્ન છે કે પ્રત્યક્ષ વિજ્ઞાનથી ન દેખાતા બેકટેરિયા પાછળના વાઈરસ છવો (જે અનુભવાય છે કે સૂક્ષ્મ દૂરબીનથી સમૂહમાં જથ્થારૂપે જણાય છે) છે એમ સિદ્ધ થયું છે તેને આ જૈન દર્શનકારોએ શી રીતે જાણ્યાં હશે ? તેનું સમાધાન ગીતા અને જૈન આગમ “સર્વજ્ઞ” શબ્દ વડે કરે છે. તે તત્વજ્ઞાનીઓ જીવન અંગે ઊંડા ઊતરેલા અને તેમાંથી એમને આ બ્રહ્મજ્ઞાન થયું હતું.
વિકાસ કમ અંગે પણ કેટલીક બાબતોને તાળ વૈજ્ઞાનિકો સાથે મળે છે. દા. ત. અમીબામાં જીવ છે, કંપે છે અને પછી પહેલું થાય છે, તે આપણે જોયું તેમ શરૂઆતમાં જીવ એકકોષી હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com