Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૬૮
વિશેષતા દેખાડે છે કે તે ધારે તો સામાને દૂરથી રહીને પણ મહાત કરી શકે છે. પથ્થરથી આગળ વધતાં તીર આવ્યું; પછી બીજા સાધન વધ્યાં-સાથે દુરૂપયોગ રૂપે આપસની લડાઈઓ પણ શરૂ થઈ. તેને અહંકાર સામ્રાજ્ય તરફ વળવા લાગ્યો.
એવી જ રીતે રક્ષણ પછી આજીવિકા તરફ આવીએ. બીજા પ્રાણીઓને પ્રેમભરી રીતે કેવી રીતે ઉપયોગી બનાવવા, તેને ઘણુંયે અખતરાઓ થયા હશે. તેમાંથી ખેતી અને ગોપાલન ઊભાં થયાં. દૂધ પીવા પહેલાં પ્રયોગો થયા હશે અને “ઘી” એક સિદ્ધિ રૂપે મનાયું હશે. પછી સમૂહજીવન, કુટુંબજીવન અને સમાજજીવન જીવવાના પ્રારંભમાં, વસ્તુઓને રાખવા, સંઘરવા માટેનાં સાધનો રૂપે માટીનાં વાસણો શોધાયાં હશે. તે “વાસણ” તે કાળની એક સિદ્ધિ રૂપે જ ગણી શકાય. તેથી જ કુંભારને “પ્રજાપતિ” કહેવામાં આવે છે.
ખેતી શરૂ થઈ તેમાં પણ ખેડૂતને જમીનમાં, ખેતીનાં સાધનોમાં તેમજ તે અંગેના જ્ઞાનનું વિજ્ઞાન જાણવું જરૂરી થયું હશે. અનાજ પેદા થયા પછી કદાચ તેણે કાચું ખાધું હશે–પછી લોટ બનાવવાને પ્રયોગ કર્યો હશે. એમાંથી ઘંટી, સાંબેલું, ઝાડુ વગેરે વસ્તુઓનાં સંશોધન થયાં હશે.
તેવી જ રીતે વસ્ત્ર બનાવવામાં આદિપુરૂષોએ કેટલું મગજને કહ્યું હશે ? ઘર બનાવવા માટે નવા નવા પ્રયોગો કર્યા હશે ? જુવારના છોડની મીઠાશ જોઈને શેરડીના સાંઠાનું વાવેતર અને તેના રસને ઘટ્ટ કરીને ગોળ બનાવ્યો હશે. ઘાસમાંથી પણ કપાસનાં રેસા જેમ ખેંચી, દોરડું વર્યું હશે. કોષ બનાખ્યો હશે, મોટાં વજન પશુઓની મદદથી કે માણસની મદદથી ઊંચક્યા હશે. અમદાવાદમાં રાણીના હજીરામાં બે લાંબાં લાકડાનું ગાડું છે. તેમાં લોઢું જ નથી. કેવળ લાકડામાંથી ગોળ પૈડાં કઈ રીતે બનાવ્યા હશે ?
ટુંકાણમાં માનવસમાજ વિજ્ઞાન, તેની જરૂરત અને વિકાસ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com