Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૮૦
ફેરવી નાખવામાં આવે તે અન્ય શાકાહારી ખેરાક તેમજ અનાજ સુલભ થઈ શકે.
બીજુ પ્રોટીન-સાકર-ચરબી વગેરે ચીજો વનસ્પતિઓ વડે મળે છે. લીલાં વૃક્ષે વિકસિત અવસ્થામાં હવામાંથી કાબેન ગ્રહણ કરે છે; જમીનમાંથી પાણી ચૂસે છે, વૃક્ષનાં પાંદડાં એક પ્રકારને લીલો પદાર્થ જેને “કલેરેફિલ” કહેવામાં આવે છે તેને સૂર્ય શક્તિને ગ્રહણ કરીને કાર્બનડ્રાઈ-ઓકસાઈડ તેમજ પાણીની મદદ વડે એક રાસાયણિક પદાર્થમાં પરિવર્તન કરે છે. આ રાસાયણિક પદાર્થ એટલે કાર્બોહાઈડ્રેટ એને સ્ટાર્ચ પણ કહી શકાય છે, આ ક્રિયામાંથી પ્રાણવાયુ પણ ઉદ્ભવે છે. આ દુનિયામાં આવી રીતે વનસ્પતિની રાસાયણિક પ્રક્રિયા ૪૦૦૦ કરોડ ટન પ્રાણવાયુ (ઓકસીજન) ઉત્પન્ન કરે છે જે માનવજીવનને ટવા માટે બહુ ઉપયોગી છે.
૧૮મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકો પ્રકાશ સમન્વય ક્રિયામાંથી. પ્રાણવાયુ પેદા કરતા હતા. કાર્બોહાઇડ્રેટને જાણતા ન હતાં હમણાં એક જર્મન વૈજ્ઞાનિક શોધ કરી છે તે પ્રમાણે જે પ્રકાશ સૂર્યમાંથી ધરતી ઉપર આવે છે તે એક પૂંછના રૂપમાં આવે છે. તેને પ્રકૃતિ વનસ્પતિ પોતાના એકમો વડે પોતાની અંદર સ્થાયી રૂપે જમા કરતી જાય છે. આ પદાર્થને સૂર્ય પ્રકાશ ધીમે કે ત્વરિત ગતિએ ગ્રહણ કરે છે. પછી આ ગ્રહણ કરેલી શક્તિને રાસાયણિક ક્રિયામાં જોડે છે. તેમાંથી કાર્બોહાઇડ્રેડ નીકળે છે. જે પ્રકાશના સમન્વયથી આ ક્રિયા વિરાટ પ્રમાણમાં થાય તો માનવ જાતિને ભૂખે નહીં રહેવું પડે. અનાજની અછત આવા વનસપતિના પદાર્થો પૂરા પાડશે. આની શોધ હજુ ચાલુ છે. એટલે વનસ્પતિના વિજ્ઞાની પણ જે સમગ્ર માનવજાતિના હિત માટે આને પ્રથમ કરે તે મોટે લાભ થવાને સંભવ છે.
જીવ-વિજ્ઞાન જીવ-વિજ્ઞાન અંગે અગાઉ થોડુંક વિચારાયું છે. આજના વિજ્ઞાનીઓએ જે રીતે છવ-વિજ્ઞાનને વિચાર્યું છે તે કરતાં ભારતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com