Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૮
કહ્યું કે જુઓ આ વનસ્પતિ ખીલેલી લાગે છે. હમણાં તેની નિંદા કરીશ તે તે કરમાઈ–અકળાઈ જશે. તેવું જ થયું. પછી તેમણે કહ્યું કે જુઓ, હવે હું એની પ્રશંસા કરું છું. તેવું કર્યું કે તે પાછી ખિલી ઊઠી, આમ થતું જોઈને દર્શક આશ્ચર્યમાં પડી ગયા. તે વખતે તેમણે સ્પર્શ વગેરેના પણ પ્રયોગ કરી બતાવ્યા હતા.
એથી વૈજ્ઞાનિક જગત જે અગાઉ ગાયમાં આત્મા ન માનતું, તે હવે પશુ-પંખી, વનસ્પતિ અને પાણીમાં ચૈતન્ય માની રહ્યું છે. (હમણાં બે વૈજ્ઞાનિકોએ અમૂક ક્ષાર-કોમાં જીવાણુ છે એમ સાબિત કર્યું છે તેથી પૃથ્વી માટીની સજીવતા કે જીવાણુ ધારતા અંગે જૈન મંતવ્ય છે તે સાચું કરવાનો સંભવ છે.)
વનસ્પતિ–વિજ્ઞાનીઓએ ચેતના માટે બે ત્રણ લક્ષણે નીચે પ્રમાણે નકકી ક્ય છે –
(૭) પ્રજનન શક્તિ: છોડ જાતે પ્રજનન કરે એટલે કે બીજા છેડને પેદા કરે. વનસ્પતિમાં આ કાર્ય એક અંશે બીજ વડે થાય છે. તે ઉપરાંત આ વિધિઓથી પણ થાય છે –(૧) મુકુલન (Budding –વૃક્ષ કે છોડના વૃત્તના સુલલ ભાગ ઉપર T ને આકાર કાપીને કળીની છાલ અને વૃતને એક દોરાથી એકી સાથે બાંધી દેવાય છે એને મુકુલન કહેવાય છે. (૨) કલમ લગાડવી (cutting) –આમાં છોડની કલમ ટયુકડા, કાપીને તેને જમીનમાં રોપવામાં આવે છે. થોડા દિવસ પછી તેનાં મૂળ નીકળે છે. (૩) ક્ષમ જોડવી (Grafting)ઃ આને કલમ ચસ્યાં કરવું પણ કહેવાય છે. બે છેડની કલમ કાપી તેના તંતુને એ રીતે જોડવામાં આવે છે કે તે આગળ જતાં એક છોડ થઈ જાય તે આ વિધિ પ્રમાણે થાય છે.
(૨) પિષણ શક્તિ : જે પોષણ લે છે તેમાં જીવન છે એમ માનવામાં આવે છે. ઝાડમાં પોષણ પામવાની અને વધવાની શકિત છે.
છોડ માટે ભૂમિ ખાધ ભંડાર રૂપે છે. કારણ કે છોડ પૃથ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com