Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૬૯
વિકસિત થતું રહ્યું છે. પ્રયોગે થતાં રહ્યા છે અને થતા રહેશે. એ જ રીતે આગળ વધારો.”
શ્રી શ્રોફ ઃ છેલ્લાં દશ વર્ષમાં ભૌતિક વિજ્ઞાનને વિકાસ સહુથી વધારે થયો છેજે અત્યારસુધી અન્ય દેશો સે વર્ષમાં ન કરી શકે, તે રીતે ભારતે પણ આધ્યાત્મ રીતે પ્રગતિ માંડી છે. વિજ્ઞાન સાથે આધ્યાત્મને સુમેળ બેસે તે વિજ્ઞાનની નુકશાનકર્તા બાજુમાં સંશોધન થઈને ઘણું સારું કાર્ય થઈ શકે.”
શ્રી ચંચળબહેન : “પ્રથમ હિરણ્યગર્ભ ઈંડારૂપે અને પછી તેમાંથી વધ્યું. વધવાનું નામ જ યજ્ઞ કહીએ તે ભારતીય તત્વજ્ઞાનને અને વૈજ્ઞાનિકોને તાળો મળી જાય છે. કારણ કે હિરણયનો પર્યાયવાથી શબ્દ સુવર્ણ છે. તેને અર્થ તેજ તેમ જ પ્રકાશ પણ થાય છે. એટલે પ્રકાશ પાણીમાં પડ્યો અને પ્રથમ જીવની ઉત્પત્તિ થઈ અને જીવન ધીમે ધીમે વિક્સવા લાગ્યું. “જર્મન” શબ્દ પણ “શર્મન શર્મા” ઉપરથી અપભ્રંશ રૂપે થયો હોય એ બનવા જોગ છે. જર્મન પ્રજા પિતાને આર્ય તરીકે ઓળખાવતી અને સ્વસ્તિક તેમનું ચિહ્ન . જર્મનેએ આજના વિજ્ઞાનના વિકાસમાં સારો ફાળો આપે છે.
પૂ. દંડી સ્વામી : “વેદમાં જે શબ્દ વારંવાર આવે છે તે “તું” નથી પણ, અમૃત છે. અમૃતને અર્થ અસત્ય થાય છે.
સત્યસ્વસત્ય તં” એમ પણ કહેવાયું છે. એટલે અવ્યક્તતત્વને સત અને સુતને વહેવાર તે ઋતુ એમ પણ કહી શકાય. ગાંધીજીની પ્રજ્ઞા એ દષ્ટિએ ઋત ભરાં કહેવાઈ. સાંખ્ય અને વિશેષિકે એ ભેળ થઈને શોધ-વિશેષ કરી છે. જેમાં મરીચિકુમારનું નામ આવે છે. તેને શિષ્ય ત્રિરંડી ને; તે ને કપિલ જ હશે. એ રીતે પરમાણું વિજ્ઞાનની શોધ વગેરે જેવાં તત્ત્વજ્ઞાનનું મૂળ તેમાં છે અથવા જૈનતત્વજ્ઞાનને પ્રભાવ વૈદિકદર્શનમાં છે તેમાં આ બધાને સમન્વય થઈ જાય છે. જીવ, અજીવ ન થઇ શકે અને અજીવ જીવ ન થઇ શકે તે આગ્રહી વાત સાચી લાગે છે.
( ૧૨-૧૦-'૧૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com