Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૭૩
આ ભૂગર્ભ વિદ્યાથી વિકાસ સિદ્ધાંતનું સાચું જ્ઞાન પ્રગટ થતાં અંધ વિશ્વાસ દૂર થાય છે તેમજ જીવનને ક્રમિક વિકાસ સમજતાં સત્ય દર્શન સ્પષ્ટ થાય છે.
(૫) જ્યોતિષ વિજ્ઞાન આપણા દેશ ભારતમાં તિષ વિજ્ઞાન વિષે વૈદિક ગ્રંથ અને જન શાસ્ત્રો બન્નેમાં ખૂબ સારી પેઠે વર્ણન મળે છે. ગ્રહ, નક્ષત્ર, તાર, સૂર્ય, ચંદ્ર વગેરે જ્યોતિષ લોક્ના જે તે દેવ રૂપે છે એમ અહીં મનાય છે. તેમની દૂરી, ગતિ, સ્થિતિ વગેરે અંગે વર્ણન મળે છે. પણ એ બધું આધ્યાત્મ દષ્ટિએ વિચારાયું હશે. જ્યોતિષના શાસ્ત્રીઓએ એની માનવ જીવન ઉપર થતી અસરોનું વર્ણન અને સૂર્ય-ચંદ્ર વડે સમય (પલ, ઘડી, પ્રહર દિવસ-રાત)નું જ્ઞાન બતાવ્યું હતું. તેની વેદશાળાએ ઉજજૈન અને જયપુરમાં છે સૂર્ય-ચંદ્ર માનવજાતિને ઉપયોગી છે એમ વૈદિક શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે.
પણ, વ્યવસ્થિત રીતે આ શાસ્ત્રનું વિજ્ઞાન આજે જે રીતે ખેડાયું , છે તેને જ બરાબર માની શકાય છે. તેણે તેને ઉપયોગ, તથા ત્યાંની આહવા, સ્થાન, પૂરી, તથા તાપ, જીવન, પોષક તત્વ અને વિજળી વગેરે મેળવવાની શોધ કરી છે. આ અગાઉ થઈ નહતી. હિંદમાં તે લોકે સૂર્યચંદ્રની સ્તુતિ કરવામાં જ રહ્યા.
હવે આધુનિક તિષ વિજ્ઞાન માને છે કે સૂર્ય એક વિશાળ ગાળે છે. જેને વ્યાસ (Diameters) ૮૬૫૦૦૦ માઈલ છે. તેને ભાર પૃથ્વી કરતાં ૩૩ર૦૦૦ ઘણો વધારે છે. સૂર્યની બહાર દેખાતી સપાટી, અનુમાને ૧૦૦ માઈલ કે તેથી વધારે છે. દૂર જોતાં સૂર્ય એક સરખે જણાય છે પણ રિબીનથી જવાથી એમાં ઘણાં ડાઘાઓ નજરે પડે છે. સૂર્યના વાતાવરણને વણમંડળ કહેવામાં આવે છે. તેમાં પૃથ્વી ઉ૫ર થતાં જણાતા બધાં તો વરાળની અવસ્થામાં રહે છે. સૂર્યના સૌથી બહારના ભાગને કેરોના કહેવામાં આવે છે.
સૂર્ય દરથી એ નાને ગળે લાગે છે પણ તે કેટલે દૂર છે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com