Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૬૫
પછી નર અને નારીના બે કોષ થાય છે. ધામણ કે લંબઈ જાતના નાગમાં નર અને માદા બને છે. બેય ગેટે વળે ત્યારે સંતાન પેદા થાય. અળસિયાંને કાપિ તે જીવે અને ટુકડાઓ અલગ છવ રૂપે ફરી જીવે. તેવી જ રીતે કૂલમાં પણ બેકષી (બાય સેકસ્યુઅલ) હોય છે. સેવાળમાં એકજ કોષ હોય છે. નર-નારી બેકેલી જેના વિકાસ પ્રમાણે વીછી, કરચલા, કાચબા વગેરે થાય છે.
વૈદિક પુરાણોમાં પૂર્ણાવતાર અને પછી વહાવતાર કહેવાય છે. ભૂંડ (વરાહ) પાણી અને પૃથ્વી બન્નેમાં જીવી શકે છે. આને વૈજ્ઞાનિક પિતાની રીતે પરિભાષા કરતાં કહે છે કે સૂર્યને પ્રકાશ પાણીમાં ગયે, એમાંથી અમીબા રૂપે પ્રથમ જીવ જમે. તેને વિકાસ થતાં તે ઈયળ, કીડી, ઉધઈ રૂપે વિકસિત થયું. પછી વાનર અને તેમાંથી માનવ રૂપે જીવ વિકસ્યો. વિકાસ ક્રમમાં જે રાસાયનિક પરિવર્તન થયાં તેનાથી માનવ થયે અને માનવ એ પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ સર્જન હૈઈ માનવ સિવાયની દુનિયાને ઉપયોગ કરવા માનવ સર્જાય છે એમ તેઓ માને છે. મૂળ તે આ ભ્રમણનું કારણ બાઈબલનું વાક્ય “ગાયમાં આત્મ નથી !” એ છે. તે પ્રમાણે તેઓ માનવ સિવાય કોઈનામાં આત્મા છે એમ માનતા નથી અને આત્મા પ્રત્યક્ષ થતો નથી તેથી વિજ્ઞાનીઓ હજુ આત્માની શોધમાં જ છે. અલબત્ત “કંઈક” છે એવું તે હમણાં હમણાં તો માને છે.
- પૂર્વના અને તેમાં ભારતીય તત્વજ્ઞાનીઓએ ડું નિરીક્ષણ, શોધન અને અનુભવ કરેલાં છે એટલે તેઓ બીજાં ત્રણ ત પણ ઉમેરે છે :
(૧) {' પોતાની હસ્તીનું જાગૃતભાન જેને આધ્યાત્મિક પરિભાષામાં સત કહેવામાં આવે છે. આને લીધે જ નર અને માદાના સંગે વિના પરસેવાથી કે બીજી રીતે પણ જીવ પેદા થઈ શકે છે
એટલું જ નહી, પિતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ટકાવી શકે છે; ચાહે તેવા સંગમાં લે તે રડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com