Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૫૮
સ્વેદનમાંથી જીવન ઉત્પન્ન થાય છે તેમાં સી પછી ક્રમે ક્રમે વિકાસ થાય છે.
શક્તિ પદાર્થમાં જન્મે છે, તે નજરે દેખાતી નથી, અવાજ દેખાતો નથી પણ ધ્રુજારી બંધ થાય એટલે અવાજ બંધ થાય છે. કંઇક કંપન થાય છે એટલે અવાજ થાય છે, એમ આપણે માનીએ છીએ. પંખો નજરે ચડે છે પણ હવા નજરે ચડતી નથી. એવી જ રીતે અવાજ પોતે દેખાતો નથી; પણ બે વસ્તુ અથડાવવાથી અવાજ થાય છે, એ સાંભળીએ છીએ. આ અદમ્ય બળને શકિત કહીએ છીએ. દશ્યને પદાર્થ કહીએ છીએ.
આ પછી દરેક પદાર્થને ત્રણ અવસ્થા હેય છે. વરાળ (ઉષ્મા), ઘનતા (ઘટ્ટતા–જડતા) અને પ્રવાહી (જલીપ) પાણીમાં એ ત્રણે અવસ્થાઓ હેાય છે. કેટલાક પદાર્થોને બે અવસ્થા હોય છે કેટલાકને એકજ અવસ્થા હોય છે. આ બધાં પદાર્થો પૃથ્વી, પાણી, વાયુ આકાશ અને અગ્નિમાં નીચેના સાત ગુણ સરખા હોય છે.
(૧) દરેક પદાર્થ જગ્યા રોકે છે. નાનામાં ના પરમાણું એના જેટલી જગ્યા તે રેકેજ છે. પાણી ભરેલી શીશીમાં બડબડિયાં બોલે છે તે તેમાં અવકાશને લઈને; આ અવકાશ (space) ને જૈનદર્શન આકાશ કહે છે.
(૨) દરેક પદાર્થ પૃથ્વીના મધ્યબિંદુ તરફ ખેંચાય છે. એને ગુરુત્વાકર્ષણને ગુણ કહે છે. તે દરેક પદાર્થમાં હોય છે.
(૩) દરેક પદાર્થને ગતિ આપનારૂં તત્ત્વ હોય છે તે પિતાની મેળે કાંઈ કરી શકે નહીં. એને જૈનદર્શન ધર્માસ્તિકાય તરીકે સ્વીકારે છે, સાંખ્ય યોગ દર્શન પ્રમાણે એને રજોગુણ (ગતિતવ) કહે છે.
(૪) એવી જ રીતે દરેક પદાર્થને સ્થિતિ આપનારું એક તત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com